રાહુલ ગાંધી એ રવિવારે આસામમાં વિધાનસભા ચુંટણીનો પ્રચાર શરુ કર્યો. ગેરકાયદેસર ઘુસપેઠ એક મુદ્દો છે પરતું આસામના સ્થાનિક લોકો આ મુદ્દો સુલજાવી શકે છે. સાથે એમ પણ કહ્યું કે, કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ CAA લાગુ કરવા નહી દે. સાથે કેરળના મુખ્યમંત્રીએ પણ કહ્યું કે, કેરળમાં CAA લાગુ કરવામાં નહી આવે.
દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચુંટણીઓ દરમિયાન CAA ચુંટણી મુદ્દો બની રહ્યો હોવાનું દેખાય છે. કેન્દ્ર સરકારે ૨૦૨૦ના 11 મી ડિસેમ્બરે સંસદમાં નાગરિકતા સંસોધન બિલ પાસ કરાવ્યું. રાષ્ટ્રપતિની સહીથી કાયદો પણ બની ગયો. પરંતુ હજુ સુધી CAA ના નિયમો બન્યા નથી. બધા પક્ષો ચુંટણીમાં આ મુદ્દાનો લાભ લ્યે છે. અમિત શાહ, મમતા તથા રાહુલ CAA મુદ્દે બોલે છે.
બંગાળમાં મમતાને હરાવવા માટે નાગરિકતા નો મુદ્દો પણ ભાજપા માટે જરૂરી છે. આસામમાં પણ આ મુદ્દે જબરી બબાલ ચાલુ છે. હજુ સુધી આ કાયદા હેઠળ કોઈને નાગરિકતા આપવામાં આવી નથી.