જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે સમરસ હોસ્ટેલ રોડ ઉપર એક યુવાને કારમાં બેસી લમણે ગોળી ઝીંકી આપઘાત કરતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. પોલીસ ઘટના સ્થળે દોડી જઈ આ બનાવ આત્મહત્યા છે કે હત્યા તેને લઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
ખીજડીયા બાયપાસ નજીકથી વિંજલપર ગામના સરપંચના પુત્રનો ગોળી ધરબેલી હાલતમાં મૃતદેહ મળ્યો pic.twitter.com/8oob7hnfwB
— Khabar Gujarat (@khabargujarat) September 18, 2022
આ બનાવની વિગત મુજબ, આજે સવારે જામનગરની ભાગોળે આવેલ ખીજડીયા બાયપાસ નજીક સમરસ હોસ્ટેલ સામેના રોડ ઉપર GJ-10-DE-8071 નંબરની પ્રેસીડન્ટ ઓફ વિંજલપર લખેલી મોટરકારમાં એક યુવક લમણે ગોળી ધરબેલી હાલતમાં લોહી લુહાણ હાલતમાં પડ્યો હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી ગયો હતો. જેમાં તપાસ હાથ ધરતા મૃતક યુવક દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલ વિંજલપર ગામના સરપંચ પીઠાભાઈ ડેર નો પુત્ર જય હોવાનું સામે આવ્યું હતું. કારની ડ્રાઈવિંગ સીટ ઉપર જ લમણે ગોળી ધરબેલી અને હાથ માં પિસ્તોલ રહી ગયેલી હાલતમાં રહેલા યુવાનના મૃતદેહનો પોલીસે કબજો સંભાળી ઘટના સ્થળનું પંચનામું કરી મૃતદેહને પી.એમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
યુવાન પુત્રના આપઘાતને લઇ ડેર પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે. પોલીસ દ્વારા આ બનાવ આપઘાત છે ક હત્યા તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે.