ખંભાળિયા થી જામનગર જતા હાઇવે રોડ પર મુરલીધર હોટેલ પાસે રોંગ સાઇડમાં પુર ઝડપે આવતાં બોલેરો ગાડી ચાલકે સામેથી આવતાં બાઇક સાથે ઠોકર મારતા અકસ્માતમાં બાઇક સવારને ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ બોલેરો ચાલક ગાડી ત્યાં જ મૂકી નાસી જતા તેની વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં શંકર ટેકરી સુભાષપરા શેરી નંબર 3 માં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતાં રમેશભાઈ કાન્તીભાઈ ગંઢા જીજે-10-સીએલ-0773 નંબરના બાઇક પર ખંભાળિયા થી જામનગર જતા હાઇવે રોડ પર મુરલીધર હોટેલ પાસે થી પસાર થતાં હતાં ત્યારે રોંગ સાઇડમાં પુર ઝડપે બેફિકરાઇથી આવતાં જીજે-10-Tx-4129 નંબરના બોલેરો ગાડી ચાલકે ફરિયાદીના બાઇક સાથે અથડાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર રમેશભાઈ ને ડાબા હાથમાં અને ડાબા પગમાં ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ બોલેરો ચાલક ગાડી ત્યાં જ મૂકી નાસી ગયો હતો.
અકસ્માતના બનાવની રમેશભાઈ ગંઢા દ્વારા જાણ કરાતા પોલીસે રોંગસાઇડમાં આવતાં બોલેરો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી