Friday, March 14, 2025
Homeરાજ્યજામનગરહર્ષદમીલની ચાલી પાસેના કુવામાંથી યુવાનનો મૃતદેહ સાંપડયો

હર્ષદમીલની ચાલી પાસેના કુવામાંથી યુવાનનો મૃતદેહ સાંપડયો

- Advertisement -

જામનગર શહેરના મહાવીરનગર હર્ષદમીલની ચાલી વિસ્તારમાં આવેલા કુવામાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મહાવીરનગર હર્ષદમીલની ચાલી વિસ્તારમાં આવેલા કુવામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ હોવાની જાણના આધારે ફાયર ટીમે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે પોલસે તપાસ હાથ ધરતા મૃતક પાસેથી મળેલા આધાર કાર્ડના આધારે ગુજરાતના પંચમહાલ જિલ્લાના ખારોડ ગામમાં રહેતા બારીયા કીરતારસિંહનું ઓળખ કાર્ડ મળી આવતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તેના પરિવારજનોને જાણ કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular