Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાંથી સાંપળ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ

ખંભાળિયામાંથી સાંપળ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ

ફાટક પાસેના અવાવરૂ માર્ગ પરથી મૃતદેહ સાંપડયો : ઓળખ મેળવવા પોલીસ તપાસ

- Advertisement -

ખંભાળિયા શહેરમાંથી ગઈકાલે એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

ખંભાળિયામાં આવેલા સલાયા ફાટક પાસેના અવાવરૂ જેવા માર્ગ પર એક પુરુષનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ આ સ્થળે દોડી ગયો હતો. આશરે 55 વર્ષ જેટલી ઉંમરના અજાણ્યા આધેડ પુરુષના મૃતદેહનો કબજો પોલીસે સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. આ અંગે સ્થાનિક રહીશની નોંધ પરથી ખંભાળિયા પોલીસ મથકમાં હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, તપાસ આરંભવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular