Monday, November 4, 2024
Homeરાજ્યદ્રારકાના કુરંગા ગામ નજીકથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

દ્રારકાના કુરંગા ગામ નજીકથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

- Advertisement -

દ્રારકા જીલ્લાના કુરંગા ગામ નજીકથી વાડી વિસ્તાર માંથી 30 વર્ષના યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને યુવકની કોઈએ હત્યા કરીને મૃતદેહ ફેંકી દીધો હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે.

- Advertisement -

દેવભૂમિ દ્રારકા જીલ્લાના કુરંગા ગામ નજીક વાડી વિસ્તાર માંથી વાલાભાઈ રણમલભાઈ હાથીયા (ઉ.વ.30)નો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ પોલીસ તંત્રને જાણ કરતા દ્રારકા પોલીસ દફતરના પીઆઈ પીબી ગઢવી તેમજ ડીવાઈએસપી ચૌધરી સહીતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે દ્રારકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવકની કોઈએ હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ પોલીસ વિભાગ દ્રારા લગાવાઈ રહ્યું છે. યુવકના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવતા તેઓ દ્રારકા સરકારી હોસ્પિટલ દોડી ગયા હતા. યુવકનો મૃતદેહ આ રીતે મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. યુવકએ આપઘાત કરી લીધો કે પછી હત્યા કરવામાં આવી છે વગેરે બાબતો અંગે પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular