ભાણવડ તાલુકાના માનપરથી બોળકી ગામ જવાના રોડ પરના બેઠા પુલિયા નજીક આવેલી નદીના પાણીમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના માનપરથી બોળકી ગામ જવાના રસ્તા પરના બેઠા પુલિયા નજીક આવેલી નદીના પાણીમાં પુરૂષનો મૃતદેહ તરતો હોવાની ગોવિંદભાઈ બેરાએ કરેલી જાણના આધારે હેકો બી.એમ. બડિયાવદરા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ નદીમાંથી આશરે 35 વર્ષના યુવાનનો મૃતદેહ બહાર કાઢી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી જામનગર પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.