તમે સોશિયલ મીડિયા પર માતા અને બાળક સાથે જોડાયેલા ઘણા વીડિયો પણ જોયા હશે. પરંતુ હાલ એક નાના પક્ષીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અને આ વિડીઓ જોઈ સૌ કોઈ ભાવુક થઇ જાય તેમ છે. બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક પક્ષી તેના ઈંડા બચાવવા માટે JCB મશીન સાથે લડે છે. હવે તેની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.
Maa tujhe salaam… pic.twitter.com/BHLSzvDfHW
— anand mahindra (@anandmahindra) April 19, 2022
આ વાયરલ વીડિયોમાં માટીના નાના ઢગલા પર એક પક્ષી ઇંડાની બાજુમાં જોવા મળી રહ્યું છે. અને તેજ સમયે જેસીબી મશીન તે જગ્યાએ આવે છે, જેવી પક્ષીની નજર તેના પર પડે છે અને તે જુએ છે કે જેસીબી મશીન તેના ઇંડા તરફ આવી રહ્યું છે, પક્ષી વિચાર્યા વિના તરત જ જેસીબીનો સામનો કરે છે. જેસીબીને તેની તરફ આવતા જોઈને, પક્ષી તેની પાંખો ફફડાવે છે અને જોરથી કિલકિલાટ કરવા લાગે છે. બાદમાં ડ્રાઈવર જેસીબી પણ પાછળ હટાવી લે છે. આ ભાવુક વિડીઓ શેયર કરતાંની સાથે આનંદ મહિન્દ્રાએ લખ્યું છે. માં તુજે સલામ