અમેરિકાના નાણા મંત્રાલયે મુદ્રા વ્યવહારમાં છેડછાડ કરી રહેલા ઓનસ મોનિટિરિંગ યાદીમાં ભારતનું નામ નાખી દેતી ભારત આ કેટેગરીને લઇને આશ્ચર્યમાં મુકાયુ છે. યુએસના આવા વલણને લઇને ભારતને તર્ક સમજાતો નથી. ભારતે મંગળવારે કહ્યું હતું કે વિદેશી વિનિમય બજારમાં મધ્યસ્થ બેંકની પ્રવૃત્તિ સંતુલિત છે અને આ વિદેશી વિનિમય ભંડાર સંગ્રહખોરી કરી રહ્યો નથી. ભારતે અમેરિકાની આ વાતને પાયાવિહોણી ગણી નકારી કાઢી હતી.
ભારતીય વાણિજ્ય મંત્રાલયના એક અધિકારીએ મંગળવારે કહ્યું કે અમેરિકાના ભારત તરફના આ વલણને લઇને કોઈ તર્ક દેખાતો નથી. અમેરિકાએ ભારત સહિત જે દસ દેશોની યાદી તૈયાર કરી છે તેમાં ભારત મોખરે છે. જે દસ દેશો આ યાદીમાં છે તે તમામ દેશ વેપારી ભાગીદાર છે. આ યાદીમાં ભારત. ચીન, તાઇવાન સિવાય જાપાન, દક્ષિણ કોરીયા, જર્મની, ઇટલી, સિંગાપુર, થાઇલેન્ડ અને મલેશિયાનો સમાવેશ થાય છે. અમેરિકાએ વિયેતનામ અને સ્વિટ્ઝરલેન્ડને પહેલા જ કરન્સી મેનીપ્યૂલેટરની યાદીમાં રાખેલ છે.
ભારતના વાણિજ્ય સચિવ અનુપ વાધવાને પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ કે આની પાછળ શું તર્ક છે તે સમજી શકાતુ નથી. ભારતીય રિઝર્વ બેન્ક એક એવી પોલિસીનું પાલન કરી રહ્યા છે જે માર્કેટની તાકાત પર આધારીત મુદ્રાનું આદાન-પ્રદાન કરવાની અનુમતિ આપે છે.