Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઐતિહાસિક ભૂચરમોરી મેદાનમાં શૌર્યકથાનો પ્રારંભ

ઐતિહાસિક ભૂચરમોરી મેદાનમાં શૌર્યકથાનો પ્રારંભ

રાજપૂત યુવાનો દ્વારા શૌર્ય રાસ રજૂ કરવામાં આવ્યો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ર7 ડિસેમ્બરે કથામાં ઉપસ્થિત રહેશે

- Advertisement -

ધ્રોલ નજીક આવેલા ઐતિહાસિક ભૂચરમોરીના મેદાનમાં અખિલ ભારતીય યુવા રાજપૂત સંઘ દ્વારા આયોજિત શૌર્યકથાનો આજથી પ્રારંભ થયો છે. રાજપૂત અગ્રણીઓની ઉપસ્થિતિમાં ક્ષત્રિયોની ખુમારીને દર્શાવતી આ શૌર્યકથામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આગામી તા. ર7 ડિસેમ્બરે શૌર્યકથામાં ઉપસ્થિત રહેશે.

- Advertisement -

સદીઓથી વિદેશી આક્રમણખોરો સામે રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિ, પ્રજા, અબળા, ગાય, આશ્રિતના રક્ષણાર્થે ક્ષત્રિય શાસકો દ્રારા યુધ્ધો કરીને ત્યાગ, સમર્પણ, શૈાર્ય, વિરતા, દાન અને પોતાના તથા પિરવારના સભ્યો સહિત ખુમારી પુર્વક પ્રાણનો ત્યાગ કરીને બલીદાન અર્પણ ર્ક્યાના અનેક પ્રસંગો ઈતિહાસમાં સાક્ષી છે.

- Advertisement -

આજના આ કાર્યક્રમમાં અધ્યક્ષા સ્થાને કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજરાત રાજયના પર્યાવરણમંત્રી કિરીટસિંહ રાણા, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, વાંકાનેરના રાજવી  કેશરીસિંહજી ઝાલા, દેવ સોલ્ટના દેવેન્દ્રસિંહ ઝાલા, ગીતા એન્જીનયરીંગના  સરદારસિંહ જાડેજા, જામનગર રાજપુત સમાજના સેક્રેટરી ધર્મેન્દ્રસિંહ ઝાલા, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના ગુજરાત પત્રદેશ પ્રમુખ ગોવુભા જાડેજા, રાજકવિ માવદાનજી રત્નુના સુપુત્ર નરેશદાન રત્નુ, પી.જી.વી.સી.એલ.ના નિવૃત્ત મુખ્ય ઈજનેર એમ઼.બી. જાડેજા, અ.ગુ.રા.પુ. સંઘના પ્રદેશ પ્રમુખ  દિપકસિંહ ઝાલા વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતીમાં દિપ પ્રાગટય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

રાજપૂત યુવાનો દ્વારા શૌર્યરાસ કરીને ઉપસ્થિત વિશાળ જનમેદનીને મંત્રમુગ્ધ કર્યા હતાં. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના સ્થાપક અને મેનેજીંગ ડીરેકટર ડો. જયેન્દ્રસિંહ જાડેજાએ પ્રસંગોચિત ઐતિહાસીક કથાઓ સવિસ્તાર કહીને ક્ષત્રિયોના શૈાર્ય, પરાક્રમ, ત્યાગ, સમર્પણ, દાતારી, પ્રાણ આપીને વિરગતી પ્રાપ્ત ર્ક્યાની ઘટનાઓનું અદભુત વર્ણન કરીને વિશાળ જનમેદની સરસ માહીતી પ્રદાન કરી હતી. ત્યારબાદ લોક્સાહિત્યકાર અનુભા ગઢવી પોતાની આગવી ચારણી શૈલીમાં ક્ષત્રિયોના દેશ માટેના બલીદાનોની વાર્તાઓ સંગીતમય વાતાવરણમાં રજુ કરીને ઉપસ્થિત વિશાળ જનમેદનીને શૈાર્યરસનું રસપાન કરાવ્યું હતું.

- Advertisement -

આજે હજારોની મેદનીમાં લોકો ઉપસ્થિત રહીને આ શૌર્યકથાના વીરસમી વાતો ધ્યાન પુર્વક સાંભળીને ધન્યતાનો અનુભવન કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની જિલ્લા અને ધ્રોલ તાલુકાની ટીમે ખુબ જ જહેમત ઉઠાવીને આજના દિવસના કાર્યક્રમને સફળતાપુર્વક સંપન કર્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular