Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરધ્રોલના ચકચારી હત્યા કેસના મુખ્ય કાવતરાખોરની જામીન અરજી પરત ખેંચાઈ

ધ્રોલના ચકચારી હત્યા કેસના મુખ્ય કાવતરાખોરની જામીન અરજી પરત ખેંચાઈ

- Advertisement -

- Advertisement -

ધ્રોલના ત્રીકોણ બાગ પાસે 06 માર્ચ 2020ના રોજ ધ્રોલના દિવ્યરાજસિંહ જદુવીરસિંહ જાડેજા ઉપર બપોરે 1.00 વાગ્યાના સમયે સરાજાહેર ત્રણ શખ્સોએ આડેધડ ફાયરીંગ કરી 7 ગોળી મારી હત્યા નિપજાવી હતી. જે બનાવ અંગે મૃતકના મીત્ર જયદિપસિંહ જાડેજા દ્વારા અનિરૂધ્ધસિંહ સોઢા, મુસ્તાક પઠાણ તથા અન્ય બે અજાણ્યા શાર્પ શુટર તથા તપાસમાં ખુલે તે અન્ય શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન પોલીસે અનિરૂધ્ધસિંહ સોઢા, મુસ્તાક પઠાણ, બે શાર્પ શુટર અખીલેશસિંહ ઠાકુર, રોહીતસિંહ ઉર્ફે સોનુસિંહ ઠાકરની ધરપકડ કરી હતી અને દિવ્યરાજસિંહની હત્યા કરવા માટે સોપારી આપવા અંગેની હકીકત તપાસના આધારે ખુલેલી હોય, મુખ્ય કાવતરા ખોર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજાની તેમજ કાવતરામાં મદદગારી અંગે નરેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કરાઇ હતી.

ઉપરોકત્ત આરોપી પૈકી મુખ્ય કાવતરાખોર તથા સોપારી આપનાર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા દ્વારા જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ જામીન અરજી સામે મુળ ફરિયાદી જયદિપસિંહ જાડેજા દ્વારા તથા મરણ જનારના પિતા જદુવીરસિંહ જાડેજા દ્વારા તેમના વકીલ એન. જે. શર્મા તથા સિનીયર કાઉન્સીલ આઇ.એન. સૈયદ મારફત અરજીનો લેખીત વિરોધ કરી અને આ આરોપી મુખ્ય કાવતરાખોર હોય, બહારથી ભાડુતી હત્યારાઓને રૂપીયાના બદલામાં દિવ્યરાજસિંહની હત્યા માટે બોલાવવામાં આવ્યા હોય, તથા બનાવ બાદ આરોપી 6 (છ) મહિના સુધી ભાગતા ફરતા હોય, તથા જામીન મુકત થયેથી સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તે પ્રકારની શકયતા હોય તેવા તમામ કારણોસર જામીન મુક્તિ સામે વાંધો લેતાં જે હકીકત રેકર્ડ પર આવતાં આરોપી ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજાના વકીલ દ્વારા જામીન અરજી પરત ખેંચવામાં આવેલી.

આ કામમાં મુળ ફરિયાદી જયદિપસિંહ જાડેજા તરફે સીનીયર કાઉન્સીલ આઇ.એસ.સૈયદ, એન.જે.શર્મા તથા નિખીલ બી. બુધ્ધભટ્ટી – એડવોકેટ રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular