હાલ ભારત સહીત વિશ્વભરમાં કોરોનાની રસી આપવામાં આવી રહી છે. પરંતુ ગર્ભવતી મહિલાઓને રસી ન લેવાની સુચના આપવામાં આવી છે. છતાં પણ એમરિકામાં એક ગર્ભવતી મહિલાએ કોરોનાની રસી લીધી હતી. અને બાદમાં બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીના રીપોર્ટ કરવામાં આવ્યા હતા અને તેમાં જાણવા મળ્યું હતું કે આ નવજાતમાં પણ કોરોનાના એન્ટીબોડી છે.
નવજાત બાળકીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને માતાની એન્ટીબોડી બાળકીમાં આવી છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને રીપોર્ટમાં જાણવા મળ્યું કે આ બાળકીમાં પણ કોરોનાના એન્ટી બોટી મૌજુદ છે. ફલોરીડાનાં તબીબ ડો.પોલ ગીલબર્ટ તથા ડો.રૂડનીકે કહ્યું કે એન્ટીબોડી સાથે જન્મનાર આ પ્રથમ બાળક છે.તેની માતા ફ્રંટલાઈન આરોગ્ય કર્મી છે.36 સપ્તાહનો ગર્ભ હતો. ત્યારે મોર્ડનાની વેકસીન લીધી હતી. મહિલાએ પુત્રીને જન્મ આપ્યા બાદ તેના બ્લડ સેમ્પલ લેવાયા હતા. અને તેમાં જાણવા મળ્યું કે કોરોના એન્ટીબોડી સાથે બાળક જનમ્યાનો આ પ્રથમ કિસ્સો છે.
વેકસીન લેનાર મહિલાઓનાં નવજાત શિશુને કોરોનાનો ચેપ ન જ લાગે તેનું ગેરેંટીપૂર્વક કહી ન શકાય. સંક્રમણનું જોખમ ઉભુ જ રહે છે. એન્ટીબોડી હોય તો તે કયાં સુધી રહે છે અને બાળકને કયાં સુધી રક્ષણ મળે છે તેનો ઉંડો અભ્યાસ કરવો પડે તેમ છે. ગર્ભવતી મહિલાઓમાં રસીની અસરકારકતા ચકાસવા કલીનીકલ ટ્રાયલ માટે 4000 ની નોંધણી કરવામાં આવશે નેગેટીવ-સાઈડ ઈફેકટ પર દેખરેખ રાખવામાં આવશે. એવો દાવો કરાયો છે કે રસી લેનારી ગર્ભવતી મહિલાઓમાં હજુ સુધી કોઈ સાઈડ ઈફેક્ટ થઇ નથી.