સૌરાષ્ટ્રનું પેરિસ એટલે મોરબી જે ઉદ્યોગ ધંધાને રોજગારી માટે જાણીતું શહેર છે. મોરબી શહેરનો ઝુલતો પુલ મોરબીને બીજા શહેરોથી અલગ ઓળખ આપતો જ્યારે આજ એ જ ઝુલતા પુલે મોરબીનું નામ ઇતિહાસમાં ગોઝારી ઘટનાના નામે લખી દીધું છે.
30 ઓકટોબરના સાંજે 6:30 વાગ્યે ઝુલતો પુલ તૂટી પડયો અને સાથે 190થી પણ વધુ લોકોને લેતો ગયો હતો. 21ના આંકને આપણી સંસ્કૃત્તિમાં શુકનિયાળ માનવામાં આવે છે. પરંતુ મોરબીવાસીઓ માટે આ આંક અપશુકનિયાળ સાબિત થયો છે. દર 21 વર્ષે મોરબી પર મુશ્કેલીઓ આવી પડે છે. તા. 11-8-1979 એટલે કે, મચ્છુ હોનારતનો દિવસ. જે ઇતિહાસના પાના પર બ્લેક ડે તરીકે લખાઇ ગયો છે. તેના 21 વર્ષ બાદ એટલે કે, 26-1-2001 એટલે કે, ભૂકંપનો દિવસ. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો અસરગ્રસ્ત હતાં. આજ એ ઘટનાને 21 વર્ષે મોરબીના ધંધા-ઉદ્યોગો હજી માંડ ઉભા થયા ત્યાં ફરી 21 વર્ષે એક કહેર એટલે કે, 30-10-22ના ઝુલતા પુલની દુર્ઘટના. આ તારીખો જોઇને મોરબીવાસીઓને એક વાત એ વિચાર જરૂર આવતો હશે કે, હવેના 21 વર્ષ પછી શું?