ગરમીની શરૂઆત થવાની સાથે જ ઉનાળાની ઋતુના ફળોનું બજારમાં આગમન થઈ જાય છે. બજારમાં તરબૂચ દેખાવા લાગ્યા છે. અનેક ગુણોના ભંડાર એવા તરબૂચનું બજરામાં વેંચાણ થઈ રહ્યું છે. તેમાં પાણીની માત્રા વધારે હોવાથી ગરમીના કારણે પરસેવો થવાની સાથે શરીરમાં ઓછી થતી પાણીની માત્રા વધારવાની સાથે સાથે ગરમી અને લૂ ની સમસ્યા સામે પણ રક્ષણ આપે છે. આ વર્ષે લાલ તરબુચની સાથે સાથે પીળા તરબૂચ પણ બજારમાં જોવા મળી રહ્યા છે.