ગુજરાત સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં લોકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. સ્પાર્ધાત્મક પરીક્ષાની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે. કોરોનાકાળમાં સરકારી ભરતી પ્રક્રિયા અટવાઈ ગઈ હતી. નવી ભરતીમાં ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે સરકારે ભરતીની વય મર્યાદામાં એક વર્ષનો વધારો કર્યો છે. બિન અનામત ઉમેદવારો માટે હવે વય મર્યાદા 36ની રહેશે જ્યારે અનામત ઉમેદવારોની વય મર્યાદા 41 વર્ષની રહેશે. પરંતુ આ નિર્ણય 1-9-2021થી 31-8-22 સુધીની ભરતી પ્રક્રિયા દરમિયાન જ રહેશે.
શિક્ષણ મંત્રી જીતુ વાધાણીએ જણાવ્યું છે કે કોરોનાકાળમાં પરીક્ષાઓ મોડી લેવામાં આવી છે. કોરોનાની સ્થિતિ માં અનેક પરીક્ષાઓ ભરતી માટેની તકલીફો યુવાનોએ વેઠી છે તેમાંથી બહાર કાઢવા, માટે સ્પર્ધાત્મક પરીક્ષા માં એક વર્ષની છૂટ આપી છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સ્નાતક, સમકક્ષ કે બિનઅનામત વર્ગના ઉમેદવારોની વય મર્યાદા 35થી વધારીને 36 વર્ષ કરવામાં આવી છે. સ્નાતક કરતાં ઓછી લાયકાત ધરાવતા જગ્યાઓના કિસ્સામાં બિન અનામત પુરુષ ઉમેદવારો માટે 33 વર્ષની વયમર્યાદામાં એક વર્ષનો વધારો કરી 34 વર્ષ કરવામાં આવી છે.
ST,SC,OBC,EBCની કેટેગરીમાં પુરુષ ઉમેદવારોમાં સ્નાતક કે સમકક્ષ પુરષ ઉમેદવારોની હાલની વયમર્યાદા 40વર્ષની જગ્યાએ હવે 41 વર્ષ કરવામાં આવી છે. આ કેટેગરીમાં સ્નાતક કરતાં ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓમાં હાલ 38 વર્ષની વયમર્યાદામાં વધારો કરીને 39 વર્ષ કરવામાં આવી છે.
મહિલા અનામતમાં સ્નાતકથી નીચેની કેટેગરીમાં 38 વર્ષની વય મર્યાદામાં વધારો કરી 39 વર્ષ કરવામાં આવી છે. સ્નાતક કક્ષામાં 40ની જગ્યાએ 1 વર્ષની વધારો કરી 41 વર્ષ જયારે ST,SC,OBC,EBCની કેટેગરીમાં સ્નાતકથી નીચેની મહિલા કક્ષામાંવય મર્યાદા 43થી વધારીને 44 કરવામાં આવી છે.