ધો. 12 કોમર્સનું પરિણામ જાહેર થતાં જામનગરની પ્રસિધ્ધ એમ.પી. શાહ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. જે.કે. ખેતિયાએ જણાવ્યું છે કે, આગામી શૈક્ષણિક વર્ષ 2022-23માં કોલેજની પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ પણે ઓનલાઇન જ થશે. આ માટે કોઇ વિદ્યાર્થીએ પ્રવેશ માટે કોલેજે રૂબરૂ આવવાનું રહેશે નહીં. આગામી 6 થી 18 જૂન સુધી કોલેજની વેબસાઇટ www.mpsccjam.org પર ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.