Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરહત્યાના ગુન્હામા આઠ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

હત્યાના ગુન્હામા આઠ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

- Advertisement -

વડોદરામાં હત્યાના ગુન્હાને અંજામ આપી પોલીસ ઝપટે ચડેલ આરોપી વડોદરા જેલ ખાતે સજા ભોગવતો હતો. ત્યાર પેરોલ પર છૂટયા બાદ પોલીસને હાથતાળી આપી પોતાની ઓળખ બદલી છેલ્લા 08 વર્ષથી ફરાર હતો જેને સુરેન્દ્રનગર પંથકમાથી દબોચી લેવામાં જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને સફળતા મળી હતી.

- Advertisement -

વડોદરા વિસ્તારમા હત્યાનો બનાવ સામે આવ્યો હતો જે અંગે કરજણ પોલીસ સ્ટેશન કલમ -302 મુજબ ગુન્હો નોંધાયો હતો. જેની પોલીસે જે તે સમયે ધરપકડ કરી હતી.આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી પોલીસ પકડમાં આવ્યા બાદ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતો હતો. જે પાકા કામના કેદી નવા ઉર્ફે નવલસિંહ ઉર્ફે શંભુ કેસીયા વસુનીયા (ઉ.વ. 42 રહે-ભરીયાકુવા, તા.ભાભરા , જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ) તે ગત તા. 29/01/2014 થી પેરોલ પાર છૂટ્યા બાદ પેરોલ જમ્પ કરી પોલીસને થાપ આપી ગુજરાત રાજયમાં અલગ અલગ સ્થળોએ વેશ બદલી ફરાર થયો હતો. આ આરોપી સુરેન્દ્રનગર જીલ્લાના શેખળોદ ગામે હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે દોડી જઇ આરોપી નવા ઉર્ફે નવલસિંહને ઝડપી લીધો હતો. જામનગર પોલીસ દ્વારા આ આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પરત સોંપવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular