Monday, December 15, 2025
Homeરાજ્યજામનગરચીટીંગના કેસમાં છેલ્લાં સાત વર્ષથી ભિક્ષુક તરીકેનો વેશ પલ્ટો કરી નાસતો ફરતો...

ચીટીંગના કેસમાં છેલ્લાં સાત વર્ષથી ભિક્ષુક તરીકેનો વેશ પલ્ટો કરી નાસતો ફરતો આરોપી ઝડપાયો

જામજોધપુર પોલીસે સુરતથી દબોચ્યો

ચીટીંગના ગુનામાં છેલ્લાં સાત વર્ષથી ભિક્ષુક તરીકે વેશ પલ્ટો કરી નાસતા ફરતા શખ્સને જામજોધપુર પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ચીટીંગના ગુનામાં છેલ્લાં સાત વર્ષથી નાસતો ફરતો આરોપી સંદિપ મુકેશ દેલવાડિયા હાલમાં સુરત હોવાની જામજોધપુરના પો.કો. દિલીપસિંહ જાડેજા તથા ઋષિરાજસિંહ વાળાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ જામજોધપુરના પીઆઇ સી.એચ. પનારા, હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, ઋષિરાજસિંહ વાળા, દિલીપસિંહ જાડેજા, અશોકભાઈ ગાગીયા, માનસંગભાઈ ઝાપડિયા, દેવજીભાઈ બાર તથા નિમુબેન ચિત્રોડા દ્વારા સુરતમાં ભિક્ષુક તરીકેનો વેશ ધારણ કરી ફરતા આરોપી સંદિપ મુકેશ દેલવાડિયાને ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular