Tuesday, January 14, 2025
Homeરાજ્યહાલારછ માસથી મારામારીમાં નાસતો ફરતો આરોપી ખંભાળિયામાંથી ઝડપાયો

છ માસથી મારામારીમાં નાસતો ફરતો આરોપી ખંભાળિયામાંથી ઝડપાયો

એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોર્ડએ દબોચ્યો : સીટી એ ડીવીઝનને સોંપ્યો

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામમાંથી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોર્ડ એ છ માસથી મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં છેલ્લાં છ માસથી નાસતા ફરતા નીતિન રાણા સાખરા નામનો શખ્સ જામખંભાળિયામાં સંજયનગરમાં હોવાની હેકો લગધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ અને દોલતસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી એલસીબી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ દેવમુરારી તથા સ્ટાફના લખધીરસિંહ જાડેજા, રાજેશભાઈ સુવા, ગજેન્દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ પરમાર, કાસમભાઈ બ્લોચ, મહિપાલભાઈ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, અરવિંદગીરી ગોસાઈ, દોલતસિંહ જાડેજા તથા હેકો નિર્મળસિંહ જાડેજા સહિતના સ્ટાફે ખંભાળિયામાંથી નીતિન રાણા સાખરા નામના શખ્સને ઝડપી લઇ સીટી એ ડીવીઝનને સોંપી આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular