જામનગર શહેરના સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના કેસમાં નાસ્તાફરતાં આરોપીને એસઓજીની ટીમે ભાટની આંબલી પાસેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021માં નોંધાયેલા દારૂના ગુનામાં નાસ્તો-ફરતો વિરભદ્રસિંહ અરવિંદસિંહ સરવૈયા નામનો શખ્સ ભાટની આંબલી હનુમાનજીની ડેરી પાસે બેઠો હોવાની એસઓજીના રમેશ ચાવડા, મયુદિન સૈયદ, દોલતસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જીલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી એસઓજી પીઆઇ એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.વી.વિછીં તથા સ્ટાફે વિરભદ્રસિંહને દબોચી લઇ સીટી-સી ડિવિઝને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.