જામનગર સીટી સી પોલીસમાં નોંધાયેલ મારમારીના કેસમાં પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે આવાસ કોલોનીમાંથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર સીટી સી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના કેસનો આરોપી હિતેશ રાણશી હરિયાણી ગઢવી નામનો શખ્સ છેલ્લાં પાંચ માસથી નાસતો ફરતો હતો. આ દરમિયાન જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડના ગજેન્દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ પરમાર, લખધીરસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવને આરોપી તેના રહેણાંક આવાસ કોલોનીમાં હોવાની મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસખુ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એલ.જે. મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન હિતેશ રાણસી હરિયાણી ગઢવી ને તેના રહેણાંક મકાનેથી ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે સીટી સી ડીવીઝન પોલીસને સોંપી આપ્યો હતો.