જામનગરમાં સિટી એ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના કેસમાં ફરાર આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે વ્હોરાના હજીરા પાસેથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર સિટી એ પોલીસ સ્ટેશનમાં આમીન મુસા કકલ મારામારીનો કેસ નોંધાયો હતો. આરોપી ફરાર હોય દરમિયાન પેરોલ ફર્લો સ્કવોર્ડના ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા તથા કરણસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એલ.જે.મિયાત્રા,એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ, હે.કો. લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, અરવિંદગીરી ગોસાઈ, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર, પો.કો. મહિપાલભાઈ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા એલસીબીના હેકો નિર્મળસિંહ જાડેજા અને પો.કો. બળવંતસિંહ પરમાર દ્વારા આરોપી આમીન મુસા કકલને વ્હોરાના હજીરા પાસેથી ઝડપી લઇ વધુ કાર્યવાહી અર્થે સિટી એ પોલીસ જામનગરને સોંપી આપ્યો હતો.