જામનગર શહેરમાં નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટના કેસમાં સજા થયેલા નાસતા ફરતા આરોપીને એસઓજીની ટીમે રણજીતસાગર રોડ પરથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ગત વર્ષે નોંધાયેલા નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબના કેસમાં એક માસની સાદી કેદની સજા પામેલો હંસરાજ કરમશી નડિયાપરા નામનો શખ્સ નાસતો ફરતો હતો. આ શખ્સ અંગેની હેકો. રમેશ ચાવડા એ.એસ.આઇ. હિતેષ ચાવડા અને દિનેશ સાગઠીયાને મળેલી સંયુકત બાતમીને આધારે પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ ટીમે રણજીતસાગર રોડ પર ખોડિયાર પાર્ક શેરી નં.1માં તેના ઘર પાસે હોવાની બાતમીને આધારે સ્થળ પર પહોંચી થઇ હંસરાજને દબોચી લઇ સીટી સી ડિવીઝનને સોંપી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.