જામનગર સીટી સી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના કેસમાં છ મહિનાથી નાસતા ફરતા આરોપીને સીટી સી પોલીસે ઝડપી લઇ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર સીટી સી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના કેસમાં રવિ સાજણ ડેરનું નામ ખુલ્યું હતું. જે આરોપી છેલ્લા છ માસથી નાસતો ફરતો હોય આરોપીના મોબાઇલ નંબર ઉપરથી ટેકનિકલ એનાલીસીસ કરી જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી સીના પીઆઇ એ.આર. ચૌધરી, પીએસઆઇ વી.એ. પરમારના માર્ગદર્શન હેઠળ હે.કો. યશપાલસિંહ જાડેજા, હોમદેવસિંહ જાડેજા, ફૈઝલ ચાવડા, પ્રદિપસિંહ જાડેજા, નારણભાઇ સદાદિયા તથા ખીમસીભાઇ ડાંગર સહિતના સ્ટાફ દ્વારા મોરબી જિલ્લાના ટંકારા ખાતેથી રવિ સાજણ ડેરને ઝડપી લીધો હતો.