વડોદરા જિલ્લાના ડભોઇ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને જામનગર એસઓજી પોલીસે રાજકોટ હાઇવે દેડકદડ ગામના પાટિયા પાસેથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ વડોદરા જિલ્લાના ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના કેસનો આરોપી સંજય ભીખા શિયાર નામનો શખ્સ નાસતો ફરતો હોય આ દરમ્યાન એસઓજીના રવિભાઇ બુજડ, રાજેશભાઇ મકવાણા તથા શોભરાજસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે એસઓજી પોલીસે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ બી એન ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા રાજકોટ હાઇવે પર આવેલ દેડકદડ ગામના પાટિયા પાસેથી આરોપી સંજય ભીખા શિયારને ઝડપી લઇ ધ્રોલ પોલીસને સોંપી આપ્યો હતો. આરોપી વિરૂધ્ધ અગાઉ સીટી બી પોલીસ સ્ટેશનના પાંચ ગુન્હા પંચ કોષી એ ડિવીઝનના બે ગુન્હા, સીટી એ પોલીસ સ્ટેશનના એક ગુન્હા રાજકોટ જિલ્લાના 3 ગુન્હા તેમજ સુરત અને વલસાડ જિલ્લાના એક-એક ગુન્હા નોંધાયેલા છે.