ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મ અને પોકસોના કેસમાં છેલ્લા પાંચ વર્ષની નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો હતો.
આ અંગેની વિગત મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મ અને પોકસોના ગુન્હામાં આરોપી કમલેશ ઉર્ફે કલમ માકડીયા બારિયા, નામનો શખ્સ છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હોય દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઇ નોયડા, ભરતભાઇ ડાંગર, કાસમભાઇ બ્લોચને મળેલ બાતમીને આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જે. મિયાત્રા એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદભાઈ ગોસાઈ, એલસીબીના નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા આરોપી કમલેશ ઉર્ફે કલમ માકડીયા બારિયાને તેના નિવાસસ્થાન મોટીવધઇ (મધ્યપ્રદેશથી) ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે ધ્રોલ પોલીસને સોંપી આપ્યો હતો.