Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ગુરુનાનક દેવજીની 556 મી જન્મ જયંતીની ઉજવણી ભારે ધામધૂમપૂર્વક કરવામાં આવશે...

જામનગરમાં ગુરુનાનક દેવજીની 556 મી જન્મ જયંતીની ઉજવણી ભારે ધામધૂમપૂર્વક કરવામાં આવશે – VIDEO

જામનગર શહેર માં ગુરુદ્વારા શ્રી ગુરુંસિંઘ સભામાં ગુરુનાનક દેવજીની 556 મી જન્મજયંતિની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

- Advertisement -

ત્યારે આજ રોજ ગુરુદ્વારા ગુરુસિંઘ સભા સ્થળેથી પ્રભાત ફેરી સવારે 5:45 વાગ્યે નીકળી હતી અને આ પ્રભાત ફેરી 4 દિવસ સુધી અલગ અલગ જગ્યાએ શહેરના ચાર મુખ્ય માર્ગ ઉપરથી પસાર થશે.

- Advertisement -

જેના પ્રારંભે આજે સવારે ગુરુદ્વારા થી સાત રસ્તા અને ત્યાંથી ક્રિકેટ બંગલા થઈ નગર ભ્રમણ કરીને ગુરુદ્વારામાં પરત ફરી હતી.

- Advertisement -

ત્યાર બાદ આવતી કાલે સવારે ગુરુદ્વારા થી અંબર ચોકડી ઝુલેલાલ મંદિર, બેડીગેટ, ટાઉન હોલ, લીમડા લાઇનથી ગુરુદ્વારામાં પરત ફરશે.

ત્યારબાદ તા.1/11/2025 રોજ ગુરુદ્વારા થી ભીડભંજન મંદિર, લાખોટા તળાવ, જૂની આરટીઓ કચેરી, ન્યુ એસટી સ્ટેન્ડ, ક્રિકેટ બંગલા થઇ પરત ગુરુદ્વારા માં પહોંચશે, જ્યારે તા.2/11/2025 ના રોજ દાંડિયા હનુમાન મંદિર, ડોમિનોઝ પિઝા જોગર્સપાર્ક, વિરલ બાગ, ડી.કે.વી. સર્કલથી પરત ગુરુદ્વારા સુધી પહોંચશે.

આ ઉપરાંત ગુરુદ્વારામાં સેહજ પાઠ સાહેબનો આરંભ કરવામાં આવ્યો છે, જ્યારે બુધવાર તા. 5/11/2025 ના દિવસે સવારે 10 વાગ્યે સેહજ પાઠ સાહેબની પુર્ણાહુતી થશે, તે પછી શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે કાર્યકર્મની સંપૂર્ણ સમાપ્તિ બપોરે 2:00 વાગ્યે રાખવામાં આવી છે. તે પછી ગુરુ કા લંગરનું આયોજન રાખવામાં આવ્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular