Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : ‘છોટીકાશી’માં ઐતિહાસિક જનમેદની વચ્ચે 42મી રામ સવારી યોજાઈ

Video : ‘છોટીકાશી’માં ઐતિહાસિક જનમેદની વચ્ચે 42મી રામ સવારી યોજાઈ

શોભાયાત્રામાં 28 જેટલા ફલોટસ જોડાયા : કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય દિવ્યેશ અબકરી, મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવોએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

- Advertisement -

‘છોટીકાશી’નું બીરૂદ પામેલા જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ઐતિહાસિક જનમેદનીની વચ્ચે ભવ્યાતિભવ્ય રામ સવારી યોજાઈ હતી, અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. તળાવની પાળ પર આવેલા સુપ્રસિધ્ધ બાલા હનુમાનજી મંદિરેથી પ્રારંભ થઇ અને હવાઇ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબાર ગઢ, ચાંદી બજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ગેઇટ થઇ અને પંચેશ્ર્વરટાવર પાસે આવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરે રાત્રીના સાડા બાર વાગ્યે પૂર્ણ થઇ હતી.

- Advertisement -

સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર હજારોની સંખ્યામાં રામભક્તોએ ભગવાન શ્રી રામ-લક્ષ્મણ- જાનકીજીની પાલખીના દર્શન કરવા માટે ભારે ભીડ જમાવી હતી. શોભાયાત્રા માં વિવિધ સંસ્થાઓ દ્વારા 28 જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા. ઉપરાંત રામ ભકતો દ્વારા વિવિધ અંગ કસરતના દાવ અને હેરતભર્યા પ્રયોગો સાથે ‘જય જય શ્રી રામ’ના નારા ગજવતાં સમગ્ર શહેર “રામમય” બન્યું હતું.

- Advertisement -

જામનગર શહેરમાં પરંપરાગત રીતે મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ અને હિન્દુ ઉત્સવ સમિતિના નેજા હેઠળ બેતાલીસમી રામસવારીનું આયોજન હાથ ધરાયું હતું. ગઇકાલે રામનવમીના પવિત્ર તહેવારને અનુલક્ષીને ભવ્ય રામ સવારી યોજાઇ હતી. સુપ્રસિધ્ધ બાલા હનુમાનજીના મંદિરેથી રામ સવારીનો પ્રારંભ થયો હતો. જેમાં બાલા હનુમાન મંદિરના પુજારી ઉપરાંત મંદિરના ટ્રસ્ટી ગણના પ્રમુખ જીતુભાઇ લાલના નેજા હેઠળ વિનુભાઇ તન્ના, રમેશભાઇ જોશી વિગેરેએ પાલખીનું સ્વાગત અને પૂજન કર્યું હતું, આ તકે હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, 79- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ખંભાળિયા વિસ્તારના પૂર્વ કોંગી ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, મેયર બિનાબેન કોઠારી, સ્ટે. ચેરમેન મનિષ કટારીયા, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, શહેર ભાજપ અગ્રણી જીતુભાઈ લાલ, કોર્પોરેટર સુભાષ જોશી, પરાગ પટેલ, અરવિંદ સભાયા, જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઇ), કેશુભાઈ માડમ, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, શહેર કોંગી પ્રમુખ દિગુભા જાડેજા, શહેર મહિલા કોંગી પ્રમુખ રંજનબેન ગજેરા, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, વિરોધ પક્ષના પૂર્વ નેતા આનંદભાઈ ગોહિલ વગેરે હાજર રહ્યા હતા, અને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ શોભાયાત્રાના માર્ગ પર શ્રી રામ-લક્ષ્મણ-જાનકીની પાલખીનું પૂજન કર્યુ હતુંં.

આ વર્ષે રામસવારીમાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી રામ-લક્ષ્મણ-જાનકીની મુખ્ય પાલખી સાથેનો રથ ભગવા રંગથી સુશોભીત કરવામાં આવ્યો હતો અને સમગ્ર ફલોટ્સને ભગવા વસ્ત્રો થી તેમજ ભવ્ય લાઇટીંગ સહિત સુશોભન સાથે તૈયાર કરવામાં આવ્યો હતો. સાથો સાથ ડી.જે. સીસ્ટમ – પ્રસાદ વિતરણ સહિતના અલગ અલગ ફલોટસ પણ તૈયાર કરવામાં આવ્યા હતા.

- Advertisement -

આ ઉપરાંત વિશ્ર્વહિન્દુ પરિષદ-બજરંગ દળ- માતૃ શકિત-દુર્ગા વાહીની, હિન્દુ જાગરણ મંચ, શિવ સેના, નાગેશ્વર યુવક મંડળ, ઓમ યુવક મંડળ, સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર), રંગતાલી ગ્રુપ અને સહિયર ગ્રુપ, મહા સેના, હિન્દુ સેના, ઓમ યુવક મંડળ, હિન્દુ ઉત્સવ મિત્ર મંડળ, રાજા મેલડી ગ્રુપ, પી.જે. ફિઝિકલ એકેડમી, પ્રભૂશ્રી રામચંદ્ર સેવા ગ્રુપ, દસનામ ગોસ્વામી સમાજ, ભોંઇરાજ યુવા સંગઠન, સરસ્વતી યુવક મંડળ, ડી જે શિવાય ગ્રુપ સહિતના 28 જેટલા સુંદર અને આકર્ષક ચલિત ફલોટ્સ જોડાયા હતા. જેના દર્શનનો લ્હાવો લેવા માટે સમગ્ર શોભાયાત્રાના રૂટ પર રામ ભકતોની હકડેઠઠ જનમેદની ઉમટેલી જોવા મળી હતી.

આ ઉપરાંત શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર રામ સવારીનું ભવ્ય સ્વાગત કરવા માટે તેમજ શોભાયાત્રામાં જોડાનારા રામ સેવકો માટે ઠંડા પીણા – સરબત – છાસ તેમજ પ્રસાદનું વિતરણ કરવા માટે પાણીના પરબ અને સ્થાનિક જગ્યાએ વિવિધ ઝાંખીઓના સ્થાયી ફલોટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા.

બાલા હનુમાન સંકિર્તન મંડળ ટ્રસ્ટ દ્વારા સ્વાગત પછી ચૈતન્ય વાસણ ભંડાર, જામનગર શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ, મોબાઇલ ઝોન (હવાઇ ચોક), હવાઇ ચોક મિત્ર મંડળ, હાલારી ભાનુશાળી જ્ઞાતિ, વિશ્ર્વકર્મા મહાસંઘ, સતી માતા મિત્ર મંડળ, તુલસી સેવા મંડળ, ભવાની યુવક મંડળ, નાગર ચકલા વેપારી એસોસીએશન, શકિત યુવક મંડળ, શિવ મિત્ર મંડળ, પીપળેશ્ર્વર મહાદેવ મિત્ર મંડળ, જય માતાજી હોટલ ગ્રુપ, મહાલક્ષ્મી મિત્ર મંડળ, ગોકુળીયા હનુમાન મિત્ર મંડળ, ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ યુવક મંડળ, હરીદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, શીવ મિત્ર મંડળ, શ્રી યુવક મંડળ, સેન્ટ્રલ બેંક મીઠાઇ-ફરસાણ વેપારી એસોસીએશન, ઓમ યુવક મંડળ, પતંગીયા ફળી મિત્ર મંડળ, બર્ધન ચોક ગ્રુપ(નિરવભાઇ), બ્રહ્મ ક્ષત્રિય યુવક મંડળ, બ્રહ્મક્ષત્રિય – કંસારા મંડળ, સુખરામદાસ ગ્રુપ, સીંધી માર્કેટ વેપારી એસોસીએશન, બજરંગ મિત્ર મંડળ, રાણા મિત્ર મંડળ, દાજીબાપુ શેરી ગ્રુપ, જામના ડેરા મિત્ર મંડળ, સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર), રાજેન્દ્ર રોડ વેપારી એસો.(મુન્નાભાઈ નાગોરી), ગણેશ મરાઠા મંડળ, શહેર ભાજપ પરિવાર, શિવ શકિત હોટલ ગ્રુપ, વાઘેશ્વરી માતાજી મંદિર (સોની સમાજ), ગણેશફળી મિત્ર મંડળ, કોમી એકતા ગ્રુપ (અલુ પટેલ-યુનુસ શમા), પંકજ સોઢા ફાઉન્ડેશન, દિપક ટોકીઝ રીક્ષા એસો., પંજાબ બેંક રીક્ષા એસો., ચૌહાણ ફળી મિત્ર મંડળ, હર્ષીદા ગરબી મંડળ, ત્રિશુલ મિત્ર મંડળ, શિવશકિત સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ, બનાસ અલ્પાહર (મિતેશભાઈ-નારસંગભાઇ ગ્રુપ), વંડાફળી યુવક મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજ-જામનગર, યંગ સોશ્યલ ગ્રુપ – પંચેશ્ર્વર ટાવર, ઓમ કાળેશ્ર્વર મહાદેવ મિત્ર મંડળ, રામજી મંદિર લોહાણા મહાજન જ્ઞાતિ – પંચેશ્ર્વર ટાવર દ્વારા શોભાયાત્રાના રૂટ પર ઠંડાપીણાં – સરબત – પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ વિવિધ ઝાંખી ઊભી કરવામાં આવેલી હતી. જેના દર્શનનો લ્હાવો લેવા માટે તેમજ પ્રસાદ મેળવવા માટે અનેક રામભકતોએ ઠેર-ઠેર ભીડ જમાવી હતી, અને શહેરમાં રામમય વાતાવરણ જોવા મળ્યું હતું.

મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રાજેશ વ્યાસ (રાજુભાઇ મહાદેવ) ના માર્ગદર્શન હેઠળ આ વખતે સતત બેતાલીસમાં વર્ષે યોજાયેલી રામસવારીના સફળ સંચાલન માટે એક સંકલન અને સંચાલન સમિતિની રચના કરવામાં હતી છે. જેના ક્ધવીનર તરીકે સંદીપભાઈ વાઢેર તથા સહ ક્ધવીનર તરીકે મનિષભાઈ સોઢા તેમજ અમરભાઈ દવેની નિયુકતી કરવામાં આવી હતી. જ્યારે પ્રતિકભાઇ ભટ્ટ, જીગરભાઈ રાવલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, કમલેશભાઈ ગુજરાતી (સુર્યાભાઈ) અને યોગેશભાઈ ઝાલા ની હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી હતી, જેમની આગેવાનીમાં રાજેન્દ્રસિંહ સોઢા, ચંદ્રવદન ત્રિવેદી, વ્યોમેશ લાલ, ભાર્ગવ પંડયા, ધિમંતભાઇ દવે, માંડણભાઇ કેશવાલા, હેમલ ગુસાણી, સંદીપ વાઢેર, મૃગેશ દવે, મનોજભાઇ પરમાર, નંદલાલભાઇ કણઝારીયા, જીતુભાઇ ઝાલા, વૈભવ રાવલ, રાહુલ ચૌહાણ, જય બખતરીયા, વિજયસિંહ જાડેજા, હાર્દિક ગોપીયાણી, વિશાલ પંડયા,, ચિરાગ જીઝુવાડીયા, રાજ ત્રિવેદી, જસ્મીન વ્યાસ, મિતેશ મહેતા, યોગેશ જોશી, યજુર્વેન્દ્રસિંહ જાડેજા, દિપક ગાંધી, સહિતના 46 કાર્યકરોની સમિતિ દ્વારા રામસવારીનું સંચાલન કરાયું હતું.

શોભાયાત્રાની પૂર્ણાહુતિ પંચેશ્ર્વરટાવર પાસે આવેલા શ્રી રામ મંદિર પાસે કરાઇ હતી. જયાં લોહાણા મહાજન વાડીમાં આવેલ રામચંદ્રજી મંદિર ખાતે રામધુન તથા સંગીતમય હનુમાન ચાલીસા તથા સુંદર કાંડના પાઠ રાખવામાં આવ્યા હતા. પૂર્ણાહુતિ સમયે લોહાણા સમાજ મહામંત્રી રમેશભાઇ દત્તાણી, ઉપરાંત મિતેશભાઈ લાલ, મનોજ અમલાણી, લોહાણા મહાજન જ્ઞાતિના કારોબારી સભ્ય નિલેષ ચંદારાણા, અનિલ ગોકાણી, નિલેશ ઠકરાર, રાજુભાઇ હિંડોચા, મધુભાઇ, અતુલ, રાજુ પતાણી, રાજુ ગોંદિયા, ભરતભાઇ કાનાબાર, રાજુ ચંદારાણા તથા બહેનો સહિતના લોહાણા મહાજન અગ્રણીઓએ ફૂલહારથી રામરથનું સ્વાગત કરી પૂર્ણાહુતિ કરાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular