Friday, September 20, 2024
HomeવિડિઓVIDEO : સાંસદના પ્રયાસોથી લાલપુરને ફરી મળ્યો સૌરાષ્ટ્ર એકસપ્રેસનો સ્ટોપ

VIDEO : સાંસદના પ્રયાસોથી લાલપુરને ફરી મળ્યો સૌરાષ્ટ્ર એકસપ્રેસનો સ્ટોપ

- Advertisement -

 

- Advertisement -

પોરબંદર-મુંબઇ વચ્ચે દોડતી સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેનને ફરીથી લાલપુર સ્ટેશને સ્ટોપ મળતાં મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી છે.ગઇકાલે રાત્રે પોરબંદરથી મુંબઇ જઇ રહેલી સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેન લાલપુર સ્ટેશને રોકાઇ હતી. જયાંથી હાલારના સાંસદ પૂનમબેન માડમે લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે સાંસદે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ છેવાડાના વિસ્તારના નાગરિકોને ટ્રેનથી જોડવા માટે લાલપુરને પુન:સૌરાષ્ટ્ર એકસપ્રેસનો સ્ટોપ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે રેલવેના ડીઆરએમ રવીશકુમાર, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશ મુંગરા, લાલપુર ગ્રામ પંચાયતના સરપંચ અને પૂર્વ સરપંચ, હિન્દુ સેનાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. અત્રે એ ઉલ્લેખનિય છે કે, લાલપુર સ્ટેશને સૌરાષ્ટ્ર એકસપ્રેસનો સ્ટોપ એકાએક બંધ કરી દેવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ અંગે ગ્રામજનોએ અનેક વખત રજૂઆત પણ કરી હતી જેને લઇનેક જામનગરના સાંસદ પૂનમબેન માડમે આ અંગે રેલવે મંત્રાલયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી લાલપુરને સૌરાષ્ટ્ર એકસપ્રેસનો સ્ટોપ પુન: અપાવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular