જામનગરમાં દરેડ પાસે રંગમતિ નદીમાં મૃત માછલાઓ મળી આવતા ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) ની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને નદીના પાણીના નમૂના લેવામાં આવ્યા હતાં.
દરેડ પાસે આવેલ રંગમતિ નદીમાં મંગળવારે સવારના સમયે હજારો મૃત માછલાઓ જોવા મળ્યા હતાં. આ ઘટનાની ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડને જાણ થતા તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જીપીસીબીના રીઝયુનલ ઓફિસર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી નદીના પાણીના નમૂના લેવાની કામગીરી હાથ ધરી હતી. પાણીના નમૂનાનું પરીક્ષણ થયા બાદ માછલીઓના મોતનું ખરું કારણ સામે આવશે. પરંતુ અહીં ઔદ્યોગિક વિસ્તાર આવેલો હોવાથી કોઈપણ ફેકટરીમાંથી ઝેરી કેમિકલ યુકત પાણી છોડવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.