Saturday, December 27, 2025
Homeરાજ્યજામનગરVIDEO : જામનગર શહેરમાં તસ્કરોનો તરખાટ, ત્રણ મકાનોમાં ચોરી

VIDEO : જામનગર શહેરમાં તસ્કરોનો તરખાટ, ત્રણ મકાનોમાં ચોરી

જિલ્લામાં તસ્કરોની રંજાડથી લોકોમાં ફફડાટ : એક મકાનમાંથી ચોરીની સાથે ચંપલ ચોરી બીજા મકાનમાં મૂકયા : સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂા.2.44 લાખની માલમતા ઉસેડી ગયા

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં દોઢ બે માસની તસ્કરોની રંજાડ વધી જવાથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સમયાંતરે ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારોમાં રહેણાંક મકાનોને નિશાન બનાવે છે. બે દિવસ પહેલાં જ પોલીસ સ્ટેશન નજીક આવેલી આંગડિયા પેઢીમાંથી પાંચ લાખની રોકડ ચોરીના બનાવનો ભેદ હજુ વણઉકેલ છે ત્યારે આહિર ક્ધયા છાત્રાલયની બાજુમાં મયુર એવન્યૂમાં એક સાથે ત્રણ મકાનોમાં તસ્કરોએ ત્રાટકીને સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત રૂા.2.44 લાખની માલમતાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે તસ્કરોનું પગેરૂં મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં બે માસ કરતાં વધુ સમયથી તસ્કરોને રેઢો પટ મળી ગયો છે જેના કારણે તસ્કરોને સમયાંતરે એક પછી એક રહેણાંક મકાનો અને પેઢીઓને નિશાન બનાવી રહ્યા છે. બે દિવસ પહેલાં જ શહેરના સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન નજીકમાં જ આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ સામેની પટેલ ઈશ્ર્વરલાલ બેચરદાસ આંગડિયા પેઢીના તાળા તોડી પાંચ લાખ જેટલી રોકડ રકમની ચોરીનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી ત્યારે શહેર નજીક કનસુમરા પાટીયા પાસે આવેલ આહિર ક્ધયા છાત્રાલય નજીક મયુર એવન્યૂમાં બ્લોક નં.137/17 માં રહેતાં પ્રાઈવેટમાં નોકરી કરતાં પિયુષ ગોવિંદભાઈ મધુબીયા નામનો યુવાન તેના પરિવાર સાથે સોમનાથ દર્શને ગયા હતાં તે દરમિયાન બંધ રહેલા તેના મકાનના મુખ્ય દરવાજાનો નકૂચા તોડી તસ્કરોએ રૂમમાં પ્રવેશ કરી રૂા.2,13,300 ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રૂા.10 હજારની રોકડ સહિત રૂા.2,23,300 ની માલમતા ચોરી કરી ગયા હતાં.

- Advertisement -

તેમજ બાજુમાં રહેતાં જેન્તીભાઈના મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી ત્રણ હજારની કિંમતના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી તથા નરેશભાઈના મકાનના તાળા તોડી તેમાંથી રૂા.6 હજારની કિંમતના ચાંદીના દાગીના અને રૂા.12 હજારની રોકડ રકમની ચોરી કરી હતી. આ બન્ને મકાનોમાં કુલ રૂા.21 હજારની માલમતા ચોરી કરી ગયા હતાં. તસ્કરોએ કુલ ત્રણ મકાનોમાંથી કુલ રૂા.2,44,300 ની કિંમતની માલમતા અને બે બાઈકની તથા એક કારની ચાવી પણ ચોરી કરી ગયા હતાં.

બનાવની જાણ પિયુષભાઈ દ્વારા કરાતા પીએસઆઇ વી.એ. પરમાર તથા સ્ટાફે બનાવસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર તપાસ હાથ ધરી હતી અને ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ લેવામાં આવી હતી. પોલીસ દ્વારા શરૂ કરાયેલી પ્રાથમિક તપાસમાં તસ્કરોએ એક મકાનમાંથી ચોરી કરી ત્યાંના ચંપલ બીજા મકાનમાં ચોરી કરવા ગયા ત્યાં મૂકયા હતાં અને બીજા મકાનમાંથી ચોરી કરેલા ચંપલ ત્રીજા મકાનમાં મૂકી દીધા હતાં. આ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરનાર તસ્કરોનું પગેરૂ મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular