Monday, June 17, 2024
Homeરાજ્યજામનગરખંભાળિયા સગીરાના અપહરણ તથા દુષ્કર્મના આરોપીને દસ વર્ષની સખત કેદ

ખંભાળિયા સગીરાના અપહરણ તથા દુષ્કર્મના આરોપીને દસ વર્ષની સખત કેદ

- Advertisement -

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા વિસ્તારમાં રહેતી એક પરિવારની આશરે 17 વર્ષની સગીર વયની પુત્રીને વર્ષ 2022ના સમયગાળા દરમિયાન લલચાવી, ફોસલાવીને બદકામ કરવાના ઇરાદાથી લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ થયાની ધોરણસર ફરિયાદ જુદી જુદી કલમ હેઠળ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ અહીંના પીએસઆઈ વી.બી. પિઠીયા તેમજ ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આ અપહરણ પ્રકરણમાં સંડોવાયેલા અત્રે શક્તિનગર ગ્રામ પંચાયતમાં આવેલા ખોડીયાર પરા વિસ્તારમાં રહેતા મનોજ ઉર્ફે મનીયો વિરકુમાર ઉર્ફે રાજુભાઈ કેસરી નામના 24 વર્ષના શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો.

- Advertisement -

ત્યારબાદ એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જસીટ ફાઈલ કરવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં સીપીઆઈ ટી.સી. પટેલ દ્વારા એકત્રિત કરાયેલા પુરાવો સાથે જિલ્લા મદદની સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા અદાલત સમક્ષ કરવામાં આવેલી ધારદાર દલીલો તેમજ આધાર પુરાવાઓને ધ્યાનમાં રાખી, અદાલતે આરોપી મનોજ ઉર્ફે મનિયો કેશરીને તકસીરવાન ઠેરવી, એડિશનલ સેશન્સ જજ વી.પી. અગ્રવાલે આરોપીને પોકસો તથા દુષ્કર્મની જુદી જુદી કલમ હેઠળ દસ વર્ષની સખત કેદ તથા કુલ રૂપિયા 17,000નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ભોગ બનનારને તેણીના સામાજિક, આર્થિક તેમજ માનસિક પુનર્વસન માટે વિટનેસ કમ્પન્શેસન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular