Monday, January 12, 2026
Homeરાજ્યખંભાળિયાના વાડીના ગામે ડોમિનોઝના આંકડા લખી, જૂગાર રમતા દસ ઝડપાયા

ખંભાળિયાના વાડીના ગામે ડોમિનોઝના આંકડા લખી, જૂગાર રમતા દસ ઝડપાયા

જિલ્લામાં ચાર સ્થળોએ દરોડામાં 20 ખેલીઓ ઝબ્બે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રમતા શ્રાવણીયા જુગાર પર ગઇકાલે સોમવારે પણ પોલીસની ધોંસ યથાવત રહી હતી. જેમાં ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ ગામે જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફે દરોડો પાડી, એક શખ્સ દ્વારા ચલાવતા જુગારના અખાડા પર દરોડો પાડી 2.05 લાખના મુદામાલ સાથે છ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

જ્યારે ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે સ્થાનિક પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા તથા સ્ટાફ દ્વારા જુદા-જુદા બે સ્થળોએ જુગાર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કુકરી (ડોમિનોઝ) ના આંકડા લખી, જાહેરમાં નસીબ આધારિત જુગાર રમીને પૈસાની હાર જીત કરતા કુલ દસ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા.

વાડીનાર ગામે હોટેલ ધરાવતા સતાર બચુભાઈ ફકીર નામના 51 વર્ષીય વાઘેર મુસ્લિમ આધેડ દ્વારા પોતાની હોટલમાં જુગારીઓને બોલાવી, આ સ્થળે કુકરીના આંકડા વડે જુગાર રમી રહેલા હુસેન રહેમાન ખલીફા, અબ્દુલ મામદ સુંભણિયા, ગની હારૂન સંઘાર અને સિદ્દીક ઈશાક ઊંઘડા નામના કુલ પાંચ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 11,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય એક દરોડામાં વાડીનાર ધાર વિસ્તારમાંથી ગત રાત્રિના સમયે જાહેરમાં કુકરીના આંકડા ઉપર જુગાર રમતા અકબર હારુન ગંઢાર, ઉમર મામદ સુંભણીયા હારુન સાલેમામદ ગંઢાર, આસિફ સતાર સુંભણીયા અને અબ્દુલ આમદ સુંભણીયા નામના પાંચ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂા. 3,600 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત ભાણવડના ચૂનારાવાસ વિસ્તારમાંથી પોલીસે રોહિત દિનેશભાઈ પરમાર, કિરણ કારૂભાઈ પરમાર, હરીશ ઉર્ફે સુનિલ ગોવિંદભાઈ પરમાર અને હસમુખ મોહનભાઈ સોલંકી નામના ચાર શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ, રૂપિયા 10,180 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular