Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં તાપમાન 36 ડિગ્રીએ સ્થિર

જામનગર શહેરમાં તાપમાન 36 ડિગ્રીએ સ્થિર

- Advertisement -

જામનગર શહેરમાં છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રીએ સ્થિર થયો છે. સૂર્યનારાયણના આકરા મિજાજથી શહેરીજનો અકળાઇ ઉઠયા છે. ખાસ કરીને બપોરના સમયે શહેરીજનો પરસેવે રેબઝેબ થયા હતાં.

- Advertisement -

જામનગર સહિત હાલાર પંથકમાં લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. રવિવારે વાતાવરણમાં પલ્ટો આવતા હાલારના કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં. ત્યારબાદ ફરી ગરમી જોવા મળી રહી છે. જામનગર શહેરમાં બે દિવસથી તાપમાન 36 ડિગ્રી નોંધાઇ રહ્યું છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલરુમના જણાવ્યાનુસાર મહત્તમ તાપમાન 36 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 26.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 67 ટકા તથા પવનની ગતિ 6.9 કિ.મી. પ્રતિ કલાક નોંધાઇ હતી.

બપોરના સમયે સૂર્યનારાયણના આકરા મિજાજથી લોકો પરસેવે રેબઝેબ થયા હતાં. દિવસભરની આકરી ગરમી બાદ સાંજના સમયે ઠંડા પવનથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. ગરમીના કારણે ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડી ચીજવસ્તુઓનું સેવન કરી રહ્યાં છે. શેરડીનો રસ, છાસ-લચ્છી, કોલ્ડ્રીંકસ, આઇસ્ક્રીમ, બરફના ગોલા સહિતની ચીજવસ્તુઓનું વેચાણ વધ્યું છે. તેમજ ઓફિસો તેમજ ઘરોમાં રાત્રીની સાથે બપોરના સમયે પણ એસી ચાલુ રાખવા ફરજ પડી રહી છે. ખાસ કરીને બ્લડપ્રેસર સહિતની બિમારીઓના દર્દીઓ માટે ગરમીથી મુશ્કેલીનો સામનો થઇ રહ્યો છે અને ગરમીથી રાહત મેળવવા એસી, કુલર ચાલુ રાખવા જરુરી બની રહ્યાં છે. ગરમીને પરિણામે લોકો બપોરના સમયે ઘરની બહાર કામ સિવાય નિકળવાનું ટાળી રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular