Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરમાતાના ઘરકામના ઠપકાનું લાગી આવતા તરૂણીની આત્મહત્યા

માતાના ઘરકામના ઠપકાનું લાગી આવતા તરૂણીની આત્મહત્યા

માતાએ ઠપકો આપ્યાનું મનમાં લાગી આવ્યું : સાડી વડે ગળેટૂંપો ખાઇ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ

જામનગર શહેરના હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં રહેતી તરૂણીને માતાએ આપેલા ઠપકાનું લાગી આવતાં પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં મહાવીરનગર, ગાયત્રી સ્કૂલની બાજુમાં રહેતાં શરદભાઇ દેવજીભાઇ મકવાણા નામના યુવાનની પુત્રી જાનવીબેન શરદભાઇ મકવાણા (ઉ.વ.15) નામની તરૂણીને તેણીની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો. આ ઠપકાનું મનમાં લાગી આવતાં સોમવારે સાંજના સમયે તેના ઘરે રૂમમાં પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પિતા શરદભાઇ દ્વારા જાણ કરાતાં એએસઆઇ એચ. આર. બાબરિયા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular