Thursday, April 25, 2024
Homeરાષ્ટ્રીયદિલ્હી એરપોર્ટ પર ઇન્ડીગોની ફલાઇટમાં ટેકનિકલ ક્ષતિ : મુસાફરો રઝળી પડયા

દિલ્હી એરપોર્ટ પર ઇન્ડીગોની ફલાઇટમાં ટેકનિકલ ક્ષતિ : મુસાફરો રઝળી પડયા

પંતનગર જવા માટે ઉડાન ભરવાની હતી ફલાઇટ : વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવતાં મુસાફરોમાં રોષ

- Advertisement -

દિલ્હીથી પંતનગર જતી ઇન્ડીગોની ફલાઇટમાં ટેકનિકલ ક્ષતિના કારણે વિમાન ઉડાન નહીં ભરી શકતાં દિલ્હી એરપોર્ટ પર મુસાફરો રઝળી પડયા હતાં. પરિણામે મુસાફરોએ એરપોર્ટ પર જ ઇન્ડીગોના જવાબદાર અધિકારીઓ સામે હોબાળો મચાવ્યો હતો. તેમ છતાં લાંબાસમય સુધી ઇન્ડીગો તરફથી અન્ય કોઇ ફલાઇટની વ્યવસ્થા કરવામાં નહીં આવતાં મુસાફરોમાં રોષની લાગણી વ્યાપી ગઇ હતી.

- Advertisement -

ઇન્ડીગોની ફલાઇટમાં છેલ્લા કેટલાંક સમયથી અવાર-નવાર અનિયમિતતા સર્જાતી હોવાની ફરિયાદો ઉઠાવી પામી છે. ત્યારે એવિએશન વિભાગ દ્વારા વિમાન સંચાલન કંપની સામે કાર્યવાહી કરવામાં આવે તેવું યાત્રીઓ ઇચ્છી રહ્યાં છે. ફલાઇટ લેઇટ થવાના કારણે પંતનગર જનારા મુસાફરોના અન્ય સેડ્યૂઅલ પણ ખોરવાઇ ગયા હતાં. આ લખાઇ છે ત્યારે બે-ત્રણ કલાકથી ઇન્ડીગો તરફથી મુસાફરો માટે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular