Friday, November 22, 2024
Homeસ્પોર્ટ્સઝિમ્બાબ્વે ટૂર માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, શિખર ધવન કેપ્ટન : રોહિત-વિરાટને આરામ

ઝિમ્બાબ્વે ટૂર માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, શિખર ધવન કેપ્ટન : રોહિત-વિરાટને આરામ

- Advertisement -

ઝિમ્બાબ્વે ટૂર માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને આ ટૂર માટે પણ આરામ આપવામાં આવ્યો છે. જ્યારે રાહુલ ત્રિપાઠીને તક આપવામાં આવી છે અને શિખર ધવનને ફરી કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહને પણ આરામ આપવામાં આવ્યો છે. આ વચ્ચે કેએલ રાહુલ કોવિડ પ઼ઝિટિવ આવ્યો હતો. અને તે આ કારણે ઇજાગ્રસ્ત હોવાથી ટીમમાં નથી. જ્યારે ફાસ્ટ બોલર દીપક ચહરની ટીમમાં વાપસી થી ચૂકી છે. દીપક ચહરે છેલ્લે ભારત માટે ફેબ્રુઆરીમાં મેચ રમ્યો હતો.

- Advertisement -

BCCIએ ઝિમ્બાબ્વે સામે 3 વનડે મેચ માટે ટીમની જાહેરાત કરી હતી. ટીમ 18 ઑગસ્ટથી 22 ઑગસ્ટની વચ્ચે મેચ રમશે. બધી જ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે.

આ સિરિઝ વનડે સુપર લીગનો ભાગ હશે. ઝિમ્બાબ્વે માટે આ સિરિઝ ખૂબ જ મહત્વની છે, કારણ કે આના પોઇન્ટ્સ આવતા વર્ષે વનડે વર્લ્ડ કપના ક્વોલિફિકેશન માટે ગણાશે

- Advertisement -

વનડે સિરિઝ માટે ટીમ ઈન્ડિયા
શિખર ધવન (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હૂડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટકિપર), સંજુ સેમસન (વિકેટકિપર), વૉશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, દીપક ચહર.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular