Thursday, March 13, 2025
Homeરાષ્ટ્રીયશિક્ષિકાએ વ્હોટ્સએપ પર સ્ટેટ્સ મુક્યું 'we-won' અને શાળાએ નોકરી પરથી કાઢી મુક્યા

શિક્ષિકાએ વ્હોટ્સએપ પર સ્ટેટ્સ મુક્યું ‘we-won’ અને શાળાએ નોકરી પરથી કાઢી મુક્યા

- Advertisement -

રવિવારના રોજ ટી-20 મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મેચમાં પાકિસ્તાનની જીત થઇ હતી. ત્યારે રાજસ્થાનના ઉદયપુરમાં ખાનગી શાળામાં નોકરી કરતાં નફીસા અટારી નામના શિક્ષિકાએ વ્હોટ્સએપ પર પાકીસ્તાનની જીતનું સ્ટેટસ રાખીને ખુશી વ્યક્ત કરતાં તેણીને નોકરી પરથી કાઢી નાખવામાં આવ્યા છે.

- Advertisement -

રાજસ્થાનના ઉદયપુરમાં એક ખાનગી સ્કૂલમાં નોકરી કરતી નફીસા અટારી નામની શિક્ષિકાએ ભારતની હાર બાદ ખુશી વ્યક્ત કરી હતી. પાકિસ્તાને મેચ જીત્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓના ફોટા સાથે વ્હોટ્સએપ પર ‘we – won’ અને ‘આપણે જીતી ગયા’  જેવું સ્ટેટસ પણ અપલોડ કર્યું હતું. એક વ્યક્તિએ શિક્ષિકાને પૂછ્યું કે શું તમે પાકિસ્તાનનું સમર્થન કરો છો, ત્યારે નફીસાએ હા કહેતા જવાબ આપ્યો હતો. અને આ સ્ક્રીનશોટ વાયરલ થતાં શાળા-સંચાલકે શિક્ષિકાને નોકરી પરથી કાઢી મૂક્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular