જામનગર મહાપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા મિલકતવેરાની બાકી વસુલાત માટે વોર્ડ નં. 2 અને 13ના કુલ 38 મિલકત ધારકો પાસેથી રૂા. 8.78 લાખની વસુલાત કરવા વોરંટની બજવણી કરવામાં આવી છે.
મિલકત વેરાની બાકી રોકાતી રકમની વસુલાત માટે જામ્યુકોનું તંત્ર ફરી સક્રિય થયું છે. મિલકત વેરા શાખા દ્વારા ગઇકાલે વોર્ડ નં. 2ના 17 મિલકત ધારકો પાસે લાંબા સમયથી બાકી રોકાતી રૂા. 2,64,407ની વસુલાત માટે વોરંટની બજવણી કરવામાં આવી હતી. જ્યારે વોર્ડ નં. 13માં 21 મિલકત ધારકો પાસે ટેકસની બાકી રોકાતી રૂા. 6,13,916ની બાકી રકમની વસુલાત કરવા જામ્યુકોના કર્મચારીઓ દ્વારા વોરંટ બજાવવામાં આવ્યા હતાં. આમ કુલ 8.78,323ની વસુલાત કરવા જામ્યુકોની મિલકત વેરા શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.