Saturday, February 22, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકોના બજેટમાં 11.84 કરોડનો કરબોજ સૂચવાયો - VIDEO

જામ્યુકોના બજેટમાં 11.84 કરોડનો કરબોજ સૂચવાયો – VIDEO

કમિશનરે વર્ષ 2025-26નું રૂા. 1493 કરોડના ખર્ચનું અંદાજપત્ર રજૂ કર્યું : પાણી ચાર્જ રૂા. 1300થી વધારી 1400 સૂચવાયા : સોલિડ વેસ્ટ કલેકશન ચાર્જમાં પ્રતિમાસ રૂા. 10નો વધારો : ભૂગર્ભ ગટર હાઉસ કનેકશન ચાર્જ બમણા કરાયા : ટાઉનહોલના ભાડમાં 10 ટકાનો વધારો : ફાયર ચાર્જિસ પણ બમણા : નવા ફૂડ ટેસ્ટીંગ ચાર્જની દરખાસ્ત રજૂ કરવામાં આવી

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના વર્ષ 2025-26નું કુલ 1493 કરોડના ખર્ચનું અંદાજપત્ર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં 11.84 કરોડના નવા કરબોજની દરખાસ્ત કરવામાં આવી છે. મિલકતવેરાના ચાર્જિસ યથાવત્ રાખવામાં આવ્યા છે. જ્યારે વોટર ચાર્જિસમાં સવા કરોડ અને સોલિડ વેસ્ટ કલેકશનમાં સાડા ચાર કરોડનો વધારો સૂચવવામાં આવ્યો છે.

- Advertisement -

મ્યુ. કમિશનર ડી.એન. મોદી દ્વારા આજે જામનગર મહાપાલિકાનું વર્ષ 2025-26નું અંદાજપત્ર સ્થાયી સમિતિમાં મંજૂરી માટે ચેરમેન નિલેશ કગથરાને સુપ્રત કરવામાં આવ્યું હતું. કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં વર્ષ દરમિયાન કુલ 1493 કરોડના ખર્ચ અને 1430 કરોડની આવકના અંદાજ દર્શાવવામાં આવ્યા છે. વર્ષ દરમિયાન જામનગર મહાાલિકાને 728 કરોડની સરકારી ગ્રાન્ટ જ્યારે 381 કરોડની સ્વભંડોળની આવક થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જે સામે 841 કરોડનું કેપિટલ ખર્ચ અને 443 કરોડનું મહેસુલી ખર્ચ અંદાજવામાં આવ્યું છે.

- Advertisement -

કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા અંદાજપત્રમાં કુલ 11.84 કરોડનો વધારાનો કરબોજ સૂચવવામાં આવ્યો છે. કમિશનરે રજૂ કરેલી દરખાસ્તમાં વોટર ચાર્જમાં વધારો સૂચવાયો છે. રહેણાંક હેતુ માટે હાલના વાર્ષિક 1300 રૂા.ની જગ્યાએ રૂા. 1400 જ્ારે સ્લમ વિસ્તારો માટે હાલના રૂા. 650ની જગ્યાએ રૂા. 700નો પાણી ચાર્જ સૂચવવામાં આવેલ છે. જ્યારે નળ કનેકશનની અલગ-અલગ કેટેગરીમાં 10થી 15 ટકાનો વધારો સૂચવવામાં આવ્યો છે. આ ઉપરાંત સોલિડ વેસ્ટ કલેકશન ચાર્જમાં રહેણાંક મિલકતોમાં પ્રતિ માસ રૂા. 10 જ્યારે બિન રહેણાંક મિલકતોમાં પ્રતિ માસ રૂા. 25નો વધારો સૂચવવામાં આવ્યો છે. ટાઉનહોલના ભાડામાં 10 ટકાનો વધારો અને ડિપોઝિટમાં 50 ટકાનો વધારો સૂચવાયો છે. ન્યુસન્સ ચારજિસ રૂા. 250થી વધારીને રૂા. 500 કરવામાં આવ્યો છે. જ્યારે એનવાયરમેન્ટ સુધારણા ચાર્જ રહેણાંક મિલકત માટે રૂા. 20થી વધારી રૂા. 50 તથા ઇન્ડસ્ટ્રીયલ મિલકત માટે રૂા. 50થી વધારી રૂા. 200 કરવામાં આવ્યા છે.

ભૂગર્ભ ગટર હાઉસ કનેકશન ચાર્જમાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે. હાલ રહેણાંક માટે 700ની જગ્યાએ રૂા. 1500 અને બિન રહેણાંક માટે રૂા. 1800ની જગ્યાએ રૂા. 3500 આ ઉપરાંત ફાયર ચાર્જિંસમાં પણ 150 ટકાનો વધારો સૂચવાયો છે. રહેણાંક માટે રૂા. 20ની જગ્યાએ રૂા. 50 અને ઇન્ડસ્ટ્રીયલ રૂા. 50ની જગ્યાએ રૂા. 250. કોર્પોરેશન દ્વારા ભો-ભાડાના દરમાં પણ વધારો સૂચવાયો છે. 50 ચોરસ મીટર સુધી રૂા. 750ની જગ્યાએ રૂા. 1000 વસુલવા દરખાસ્ત કરવામાં આવી છે. જામ્યુકોના આરોગ્ય કેન્દ્રોમાં કેસ કઢાવવાનો ચાર્જ ડબલ કરી દેવામાં આવ્યો છે. હાલના રૂા. 5ની જગ્યાએ રૂા. 10 કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રના જુદા જુદા સેવા ચાર્જમાં પણ લગભગ બમણો વધારો કરવામાં આવ્યો છે.

- Advertisement -

બજેટમાં ફૂડ ટેસ્ટીંગ ચાર્જ વસુલવાની નવી દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં ટેસ્ટીંગ માટે જુદી જુદી પ્રોડકટના જુદા જુદા ચાર્જ વસુલવામાં આવશે. રણમલ તળાવ તથા એમ્યુઝમેન્ટ પાર્કમાં એન્ટ્રી ફીમાં રૂા. 5નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે સ્ટ્રીટલાઇટ ચાર્જિસ પણ બમણા કરી દેવામાં આવ્યા છે. રહેણાંક મિલકતો પાસેથી હાલના રૂા. 100ની જગ્યાએ રૂા. 200 ચાર્જ વસુલવામાં આવશે. આમ કુલ 11.84 કરોડની કર વધારાની દરખાસ્ત કરવાાં આવી છે.

આગામી વર્ષના બજેટમાં મહાપાલિકા દ્વારા પાણીની મુખ્ય પાઇપલાઇન નાખવા માટે 29.82 કરોડનું ખર્ચ કરવામાં આવશે. જ્યારે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના કામ માટે રૂા. 18 કરોડના ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે. ભૂગર્ટ ગટર નેટવર્ક, પમ્પીંગ સ્ટેશન તથા સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ માટે રૂા. 110 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઠેબા બાયપાસ ંકશન ઉપર સિક્સલેન ફલાયઓવર બ્રિજ માટે 73.97 કરોડ, સમર્પણ સર્કલ પર ફોરલેન ફલાયઓવર માટે 44.34 કરોડ તથા કાલાવડનાકા બહારથી કલ્યાણ ચોક સુધી હાલના બ્રિજની જગ્યા નવો પુલ બનાવવા 12 કરોડના ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે.

હોટલ વિશાલ પાસે 40 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવવામાં આવશે. જામનગર શહેરમાં ત્રીજા સ્મશાન માટે રૂા. 5 કરોડ તથા માંડવીટાવર રેસ્ટોરેશન માટે રૂા. 2 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જામનગરમાં 1.80 કરોડના ખર્ચે નવી અદ્યતન ફૂડ ટેસ્ટીંગ લેબોરેટરી બનાવવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular