ભારતમાં બનેલ પ્રથમ H125 – 2027માં તૈયાર થશે. એરબસ અને ટાટા સંયુકત રીતે કર્ણાટકના વેમાગલમાં ઇં125 હેલિકોપ્ટર માટે પ્રથમ ખાનગી એસેમ્બલી પ્લાન્ટ સ્થાપિત કરશે. H125 ના નાગરિક અને લશ્કરી સંરક્ષણોનું ઉત્પાદન કરવામાં આવશે. જે હિમાલય માટે ઉપયોગી થશે. દક્ષિણ એશિયામાં નિકાસ પણ કરવામાં આવશે. જે હિમાલય માટે ઉપયોગી થશે. એરબસ હેલિકોપ્ટર અને ટાટા એડવાન્સ સિસ્ટમને ભારતના પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી પ્લાન્ટની સ્થાપનાની જાહેરાત કરી છે. આ પ્લાન્ટ કર્ણાટકના વેમાગલમાં સ્થિત હશે અને ભારતમાં બનાવેલા H125 હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે. પ્રથમ હેલિકોપ્ટર 2027 ની શરૂઆતમાં તૈયાર થઇ જશે. તે ફકત ભારતમાં જ નહીં પરંતુ દક્ષિણ એશિયાના દેશોમાં પણ નિકાસ કરવામાં આવશે. આ પહેલ ભારતની હવાઈ મુસાફરી અને સંરક્ષણ ક્ષમતાઓને મજબુત બનાવશે.
H125 એ વિશ્વ નું સૌથી વધુ વેચાતુ સિંગલ એન્જિન હેલિકોપ્ટર છે. તે એરબસના એક યુરેઈલ પરિવારનું છે. જેણે વિશ્વભરમાં 40 મિલિયન કલાકથી વધુ ઉડાન ભરી છે. જે ઉંચાઈ પર ગરમ હવામાનમાં કામ કરવા સક્ષમ છે, તે પહેલાંથી જ માઉન્ટ એવરેસ્ટ પર ઉતરી ચૂકયુ છે. જે ઉંચા પર્વતો પર તેની ક્ષમતા દર્શાવી રહ્યું છે, જે હિમાલયી પ્રદેશો કે જ્યાં લશ્કરી દળોને હળવા બહુ ભૂમિકા ધરાવતા હેલિકોપ્ટરની જરૂર છે.

ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડ આ હેલિકોપ્ટરનું ઉત્પાદન કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપની હશે. કંપની H125 નું ઉત્પાદન, પરીક્ષણ, એસેમ્બલી, એકીકરણ અને અંતિમ ઉડાન પરીક્ષણ કરશે. આમા માળખાકીય યાંત્રિક, વિદ્યુત પ્રણાલીઓ અને ઘટકોનું અમલીકરણ સામેલ છે. TASL ના CEO અને મેનેજીંગ ડિરેકટર સુકર્ણસિંહ જણાવ્યું હતું કે, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમને હેલિકોપ્ટર બનાવનારી ભારતની પ્રથમ ખાનગી કંપની હોવાનો ગર્વ છે. આ પ્લાન્ટ ગુજરાતના વડોદરામાં C295 લશ્કરી વિમાન પ્લાન્ટ પછી ભારતમાં એરબસનો બીજો એસેમ્બલી પ્લાન્ટ છે. તે ભારતમાં ઉત્પાદન, એસેમ્બલી, જાળવણી, ડિઝાઈન, ડિજિટલ અને માનવ મુડી વિકાસની સંપુર્ણ ઈકો સિસ્ટમ બનાવશે. આ પ્રોજેકટ ભારતના ઉડ્ડયન ઉદ્યોગને ઝડપથી વેગ આપશે. નાગરિક અને સંરક્ષણ બંને ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન કરશે.


