ટીવી શો તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં રોશન સોઢીની ભૂમિકા ભજવનાર એકટર ગુરૂચરણસિંહ ઇન્ડસ્ટ્રીમાં ફરી શકે છે તેણે ચાહકો સાથે ખુશખબરની જાહેરાત સેર કરી છે જે સંકેત આપે છે કે ફરી તેઓ ઇન્ડસ્ટ્રીઝમાં આવી શકે છે જોકે ખરેખર શું છે તે આગામી સમયમાં સામે આવશે.
રોશન સોઢીએ ઇસ્ટાગ્રામ પર પોતાનો એક વિડીયો શેર કર્યો છે જેમાં તે કહ્યો રહ્યો છે કે ‘હું ઘણા સમય પછી તમારા બધા સમક્ષ આવ્યો છું ભગવાને મારી, મારા પરીવારની અને મારા ચાહકોની પ્રાર્થના સાંભળી છે તમામનો આભાર મારી પાસે એક ગુડન્યુઝ છે જે મારા માટે મહત્વપૂર્ણ છે હું ટુંક સમયમાં તમારી સાથે ગુડન્યુઝ સેર કરીશ’.
View this post on Instagram
ત્યારે ગુરૂચરણસિંહ કયાં શોમાં જોવા મળે છે કે પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના નિર્માતા આશીત મોદી તરફથી કોઇ કામ મળ્યું ? તે તો આગામી સમયમાં ખબર પડશે.


