Monday, December 30, 2024
Homeમનોરંજન‘તારક મહેતા’ ફેમ સોઢી લાપત્તા, પિતાએ નોંધાવી ફરિયાદ

‘તારક મહેતા’ ફેમ સોઢી લાપત્તા, પિતાએ નોંધાવી ફરિયાદ

- Advertisement -

લોકપ્રિય ટીવી સીરિયલ ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જૂના રોશન સિંહ સોઢી વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સોઢી ઉર્ફે ગુરચરણ સિંહ ગુમ છે. અભિનેતાના પિતા હરગીત સિંહે મીડિયા સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે. તેમનું કહેવું છે કે, ગુરચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ છે. તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.તેમણે પોલીસને તમામ જરૂરી દસ્તાવેજો આપ્યા છે, જેથી તેઓ ગુરચરણને શોધવામાં મદદ કરી શકે. પોલીસે ખાતરી આપી છે કે તેઓ ગુરચરણને વહેલી તકે શોધી લેશે. તેમના પિતા મુજબ, ગુરુચરણ સિંહ સોમવારે દિલ્હી એરપોર્ટ જવા ઘરેથી નીકળ્યા હતા, તેઓ મુંબઈ જઈ રહ્યા હતા. પરંતુ ના તો તેઓ મુંબઈ પહોંચ્યા અને ના તો ઘરે. ગુરુચરણ સિંહ ઉર્ફે સોઢીના પિતા હરગીત સિંહે કહ્યું- SHOએ મને ફોન કર્યો હતો અને તેમણે મને ખાતરી આપી છે કે તેઓ ગુરચરણને જલ્દી શોધી લેશે. મને આશા છે કે ગુરચરણ ઠીક છે અને તે ખુશ છે. તે હવે જ્યાં પણ છે, ભગવાન તેને આશીર્વાદ આપે. અહેવાલો અનુસાર, ગુરચરણની માતા લાંબા સમયથી બીમાર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular