Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેડછાડ કરાયેલી ટિકીટ ઝડપાઇ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેડછાડ કરાયેલી ટિકીટ ઝડપાઇ

- Advertisement -

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓની પહેલી પસંદ બની ચૂકયું છે, ત્યારે કેટલાક ખાનગી ટુર્સ અને ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકિટોમાં છેડછાડ કરી પ્રવાસીઓ સાથે છેતરપીંડી કરી વધુ પૈસા પડાવવાનો ગોરખધંધો સ્ટેચ્યુ ઓફ યુનિટીના જાગૃત સ્ટાફે પકડયો છે.

- Advertisement -


તા. 30/07/2021ના રોજ સુરતનાં 12 જેટલા પ્રવાસીઓ (7 વયસ્ક અને 5 બાળક) વ્યુઈંગ ગેલેરીની ટીકિટ મારફતે ચેકિંગ પોઈન્ટ પરથી પ્રવેશ કરતા તે સમયે ડયુટી પર રહેલા જાગૃત કર્મચારી દ્વારા બારકોડ સ્કેન કરતા સમયે ટીકિટ ધ્યાનથી જોતા માલુમ પડેલ કે, ટીકિટનાં દરમાં છેડછાડ થયેલ છે,વાસ્તવમાં આ ટીકિટનો દર વયસ્ક માટે રૂ. 380/- હોવો જોઈએ તેના બદલે રૂ. 410/- છપાયેલ હતો, અને બાળકની ટિકિટનો દર રૂ. 230/- હોવો જોઈએ તેના બદલે રૂ. 260/- છપાયેલ હતો,ધ્યાનથી જોતા ટીકિટમાં છેડછાડ થયેલ હોવાનું સ્પષ્ટ થતા આ અંગે ફરજ પર હાજર કર્મચારીઓ અને CISFનાં જવાનોએ SOUADTGAનાં ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું.

આ ટીકિટ સાથે આવેલા પ્રવાસીઓની પૂછપરછ કરતા આ ટીકિટ તેઓએ ટ્રાવેલ એજન્સી ટ્રાવેલ માર્ક પાસેથી બૂક કરાવી હતી. જેથી આ અંગે અધિકારીઓ તરફથી મળેલ હુકમ પ્રમાણે SOUADTGA ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ શાંતીલાલ તડવી એ કેવડીયા પોલીસ સ્ટેશનમાં યોગ્ય ધારા-ધોરણ મુજબ ફરિયાદ નોધાવેલ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળ તરફથી અત્રે આવનાર તમામ પ્રવાસીઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે, જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસિય પ્રોજકટના પ્રવાસનું આયોજન કરો ત્યારે વેબસાઈટwww.soutickets.in પરથી જ ટીકિટ બૂક કરાવવાનો આગ્રહ રાખે, અને એન્ડ્રોઇડ એપ્લિકેશન તstatue of unity ticket official પરથી પણ ટીકિટ બૂક કરાવી શકાશે. વધુ માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર – 1800 233 6600 પર ફોન કરી શકો છો( મંગળવાર થી રવિવાર,સવારે 8.00 થી સાંજે 6.00 સુધી ).ઉલ્લેખનીય છે કે,પ્રવેશ સ્થળે અત્યાધુનિક મશિનરી દ્વારા ટીકિટ પર છપાયેલ બારકોડ સ્કેન થાય છે અને અત્રે ખાસ તાલીમ પ્રાપ્ત કર્મચારીઓ રાઉન્ડ ધી કલોક પ્રત્યેક ટીકિટ સ્કેન કરતા હોય છે એટલે છેડછાડ કરેલ ટીકિટ અથવા તો ડુપ્લીકેટ ટીકિટ તુર્તજ પ્રકાશમાં આવી જાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular