Thursday, January 9, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો - VIDEO

જામનગરમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો – VIDEO

ધારાસભ્ય રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો : ખેડૂતોને વિવિધ સરકારી યોજનાના મંજુરી પત્રો તથા સહાય હુકમો એનાયત કરાયા

- Advertisement -

ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ ટેકનોલોજી તેમજ ખેડૂતલક્ષી સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવા રાજ્યના તમામ તાલુકાઓમાં તા.24 તથા તા.25 નવેમ્બર દરમિયાન બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગર તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ખેડૂતોને કૃષિ અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓની સમજ આપવામાં આવી હતી.

- Advertisement -

રાજ્યના ખેડૂતો રવિ સીઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ અંગે તાંત્રિક માર્ગદર્શન, ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ તેમજ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લઇ શકે તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા તાલુકા કક્ષાનો કૃષિ મેળો જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયો હતો. જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ રવિ કૃષિ મહોત્સવમાં મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય થયા બાદ ખેડૂતોને તૃણ ધાન્ય પાકોના સ્વાસ્થ્ય સંબંધી ફાયદાઓ, સહકાર વિભાગના 20 મુદ્દા કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન, ખેતીવાડી /બાગાયત સહિતની યોજનાઓના મંજૂરી પત્રો અને સહાય હુકમો એનાયત કરવામાં આવ્યા હતાં. તેમજ કૃષિ પ્રદર્શન પણ યોજાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular