રાજ્યમાં એક સાથે 109 આઈ.એ.એસ. અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યાં હતાં. જેમાં જામનગરના કલેકટર તથા ડીડીઓ તેમજ દ્વારકા કલેકટરની પણ બદલી કરવામાં આવી છે. આજે જામનગરના કલેકટરે વિધિવત તેમનો ચાર્જ સંભાળ્યો હતો.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ આઇ.એ.એસ.નો એક સાથે ઓર્ડર કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં ફરજ બજાવતા 109 અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. જેમાં જામનગરના કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ અને દ્વારકા કલેકટર મુકેશ પંડયાનો પણ સમાવેશ થાય છે. બદલીના આદેશ બાદ આજે સોમવારે જામનગરના કલેકટર તરીકે બોટાદથી બદલી થઈને આવેલા બી.એ.શાહ એ તેમનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.