Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત શપથ લેવાયા

જામનગરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત શપથ લેવાયા

સ્વામીનારાયણ ગુરૂકુળ, લાખોટા તળાવ તથા ડી.સી.સી. સ્કુલ સીક્કા ખાતે કાર્યક્રમો યોજાયા

- Advertisement -

  આ ઉપરાંત તા.૧૯-૦૨-૨૦૨૧ના રોજ લાખોટા તળાવ ગેટ નં.૧, જામનગર ખાતે દિવ્યાંગ મતદાતાઓનો શપથ કાર્યક્રમ યોજાયો હતો. સરકારની ગાઈડલાઈન મુજબ દિવ્યાંગો માટે કરવામાં આવનાર વ્યવસ્થાને ધ્યાને રાખીને મતદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમ મતદાન જાગૃતિ અભિયાનના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી ડોડીયા નોડલ અધિકારી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ જેમાં, જિલ્લા રમત-ગમત કચેરી અને પ્રાંત યુવા વિકાસ અધિકારી ભગીરથસિંહ જાડેજા, આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ જામનગરના પ્રમુખ સતારભાઈ દરજાદા, વિજયભાઈ વોરા, રાજેશભાઈ પાલેજા તેમજ દિવ્યાંગ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

જામનગર જિલ્લાના સિક્કા તેમજ દિગ્વિજય ગ્રામ વિસ્તારમાં આવેલ ડી.સી.સી. સ્કુલ ખાતે ખાતે ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વાલીઓને મતદાન કરવાની જાણ કરશે અને મતદાન કરવા પ્રેરશે તેમ સંકલ્પ લેવામાં આવ્યા હતા. કાર્યક્રમ અન્વયે મતદાન જાગૃતિ અભિયાનના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી ડોડીયા, નોડલ અધિકારી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, શિક્ષણ નિરીક્ષક બીનાબેન દવે તેમજ ડી.સી.સી. ટેકનીકલ સ્કુલના પ્રિંસીપાલ એમ.એમ.બાબરોટીયા તેમજ શાળાનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular