Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં કલાત્મક તાજીયાઓના ઝુલુસ નિકળ્યા - VIDEO

જામનગરમાં કલાત્મક તાજીયાઓના ઝુલુસ નિકળ્યા – VIDEO

રંગબેરંગી રોશનીથી સજેલા તાજીયાઓની નિહાળતા લોકો

જામનગર શહેરમાં ગઇકાલે મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે યોજાતા કલાત્મક તાજીયાના ઝુલુસ નિકળ્યા હતાં. વરસાદ વચ્ચે આ તાજીયાનો ઝુલુસ યોજાયા હતાં. જેમાં મુસ્લીમ સમાજના લોકો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં. આ ઉપરાંત તાજીયાના રૂટ ઉપર ઠંડા-પીણા, આસ્ક્રીમ સહિતની ચિજવસ્તુઓનું ન્યાઝરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં દર વર્ષે મુસ્લીમ બિરાદરો દ્વારા કલાત્મક તાજીયા બનાવવામાં આવે છે. શનિવારે તાજીયા પડમાં આવ્યા બાદ ગઇકાલે રવિવારે તાજીયાનું ઝુલુસ યોજાયું હતું. વરસતા વરસાદ વચ્ચે જામનગર શહેરમાં તાજીયાનું ઝુલુસ યોજાયું હતું. દર વર્ષે વિવિધ તાજીયા કમીટીઓ દ્વારા મહિનાઓની જહેમત બાદ તાજીયાનું નિર્માણ કરવામાં આવે છે. ગઇકાલે પરંપરા રીતે શહેરના ચાંદી બજારમાં ચાંદીનો તાજીયો પડમાં આવ્યા બાદ તમામ કલાત્મક તાજીયા પડમાં આવ્યા હતાં. મુસ્લીમ બિરાદરો દ્વારા કરબલાના શહિદોને યાદ કરી માતમ મનાવવાની સાથે અંજલી અર્પણ કરી હતી. જામનગરમાં શનિવારે રતનબાઇ મસ્જીદ વિસ્તાર, ત્રણ બતી, ગોવાળની મસ્જીદ, બેડી, ધરારનગર સહિતના વિસ્તારોમાં તાજીયા પડમાં આવ્યા બાદ ગઇકાલે દરબારગઢ સર્કલમાં તાજીયાઓ એકઠા થયા હતાં. અને પરંપરાગત રૂટ ઉપર ઝુલુસ યોજાયું હતું. ઝુલુસના રૂટ ઉપર સેવાભાવીઓ દ્વારા આઇસ્ક્રીમ, શરબત, ઠંડાપીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

- Advertisement -

મોહરમના પર્વ નિમિતે જામનગર કોંગ્રેસ દ્વારા ચાંદીના તાજીયાના દર્શન કરવામાં આવ્યા હતાં. શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામ્યુકો વિપક્ષી નેતા ધવલ નંદા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા ઉપરાંત આનંદ ગોહિલ, મહિપાલસિંહ, હરેન્દ્રસિંહ જાડેજા, મોહસીનભાઇ ખફી, સાજીદભાઇ બ્લોચ, છત્રપાલસિંહ, લાલભા, મહેશ ડાભી, કિરીટભાઇ ખાણધર, રાહુલ દુધરેજીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

વિવિધ તાજીયા કમિટી દ્વારા પોલીસનું સન્માન
જામનગરમાં ગઇકાલે યોજાયેલ તાજીયાના ઝુલુસમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમજ ઝુલુસના રૂટ ઉપર પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઘોડેશ્વાર પોલીસ જવાનો પણ જોવા મળ્યા હતાં. આ તકે વિવિધ તાજીયા કમીટીઓ દ્વારા જામનગર પોલીસનું સન્માન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓનું સન્માન કરાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular