હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહીના પગલે દરિયાકાંઠાના જિલ્લાઓને એલેટ કરવામાં આવ્યા છે, ત્યારે રાજ્યભરમાં માછીમારોને દરિયો ન ખેડવા તેમજ ગયેલા માછીમારોને કિનારા ઉપર પરત આવી જવા માટે સૂચનાઓ આપવામાં આવેલી છે. આમ છતાં દ્વારકાના ઓખા બંદર પર માછીમારી માટે ગયેલી ત્રણ માછીમાર ની બોટ ઓખા મરીન પોલીસને ધ્યાને આવતા ઓખા મરીન પોલીસ દ્વારા નિયમોનુસાર તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. મત્સ્ય ઉદ્યોગ વિભાગ ના નિયમોનું ઉલ્લંઘન કરી પોતાના આર્થિક ફાયદા સારું બોટ દરિયામાં માછીમારી કરતા હોય અને બોટ પરત ન આવતા પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. બોટ માલિકો વિરુદ્ધ ફિશરીઝ એક્ટ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી માટે ઓખા પોલીસ દ્વારા રિપોર્ટ કરેલ છે.
હાલ હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે તેની અસર જોવા મળી શકે છે જેને લઈને રાજ્યના તમામ બંદરોએ માછીમારોને પરત આવી જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે તેમ જ નવા ટોપરાની શુદ્ધ કરવા તેમજ દરિયામાં ન જવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે રાજ્યમાં મોટા ભાગની માછીમારોની બોટ પરત બંદર પર આવી ચૂકી છે ત્યારે ઓખામાં ત્રણ માછીમારોની બોટ પરતના આવતા ડીવાયએસપી સાગર રાઠોડની સૂચના થી ઓખા મરીન પોલીસના પીએસઆઈ રામજી જરુ એ ઓખાની ત્રણ માછીમારોની બોટની નામ સાથે બોટ માલિક સામે ગુનો નોંધી કાર્યવાહીહાથધરીછે.


