સિંધુ બોર્ડર પર આંદોલનકારીઓ દ્વારા તલવારથી કરવામાં આવેલા હુમલામાં દિલ્હી પોલીસના એક થાણા પ્રભારી ને ગંભીર ઈજા થઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે હરપ્રીત સિંહ નામનો એક આંદોલનકારી એક પોલીસકર્મીની કાર આંચકીને ભાગી રહ્યો હતો. જ્યારે પોલીસે તેનો પીછો કર્યો તો મુકબરા ચોક પાસે આંદોલનકારીએ તલવાર વડે SHO પર હુમલો કરી દીધો હતો.
આ હુમલા બાદ પણ આંદોલનકારીએ એક સ્કૂટર ચોરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આખરે તે ઝડપાઈ ગયો હતો. પોલીસે તેના વિરૂદ્ધ કાર ચોરી અને હત્યાના પ્રયાસને લઈને ગુનો નોંધ્યો હતો.
કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં પોલીસ પર ધારદાર હથિયારોની ઘટનાઓ ધીમે ધીમે વધી રહી છે. પહેલા ગણતંત્ર દિવસે 26મી જાન્યુઆરીએ અને હવે આજે આંદોલનમાં સામેલ દેખાવકારે દિલ્હી પોલીસના SHO પર જીવલેણ હુમલો કર્યો હતો. દિલ્હીની સિંઘુ બોર્ડર પર આંદોલનમાં સામેલ એક પ્રદર્શનકારીએ સમયપુર બાદલીના SHO આશીષ દુબે પર હુમલો કર્યો. જેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ખેડૂત આંદોલનમાં સામેલ હરપ્રીત સિંહ નામના દેખાવકારી એ ગઈ કાલે મોડી સાંજે 8 વાગે તલવારના જોરે દિલ્હી પોલીસના એક જવાનની કાર છીનવી લીધી. ત્યારબાદ પોલીસે તેનો પીછો કરવાનો શરૂ કર્યો તો તે મુકરબા ચોક પર કાર છોડીને સ્કૂટી લઈને ભાગી ગયો.
આ દરમિયાન પોલીસફોર્સ જેમાં સમયપુર બાદલીના SHO આશીષ દુબે પોતાના અન્ય સ્ટાફકર્મીઓ સાથે જ્યારે તેનો પીછો કરી રહ્યા હતાં ત્યારે તે વખતે આ વ્યક્તિએ તલવારથી હુમલો કર્યો હતો. જેમાં આશીષ દુબે માંડ માંડ બચ્યા. SHOના ગળા પર ઈજા થઈ છે. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
દિલ્હી પોલીસના SHO પર હુમલાનો આરોપી પંજાબનો રહેવાસી છે, જેના વિરુદ્ધ બે કેસ દાખલ થયા છે. આરોપી પ્રદર્શનકારી વિરુદ્ધ પહેલો કેસ લૂંટનો અને બીજો કેસ કલમ 307 હેઠળ એટલે કે હત્યાના પ્રયાસનો દાખલ કરવામાં આવી ચુક્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.